ગાંધીનગરઃ રાજ્યના મુખ્યપ્રધાનભૂપેન્દ્ર પટેલના નિવાસસ્થાને રાજ્યના તબીબોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. કોરોના મહામારીમાં જીવના જોખમે લોકોની સેવા કરનારા તબીબો અહીં આવ્યા (Honoring the doctors who served in the Corona epidemic) હતા. ત્યારે મુખ્યપ્રધાને તેમનો ઋણ સ્વીકાર (Respect for doctors in Gandhinagar) કર્યો હતો. ત્યારબાદ ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે કેટલાક તબીબોએ કેસરિયો ધારણ (Doctors joins BJP) કર્યો હતો.
રાજ્યના આ પ્રખ્યાત ડોક્ટરોને લાગ્યો કેસરિયો રંગ... - કોરોના મહામારીમાં સેવા કરનારા ડોક્ટરોનું સન્માન
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં કોરોના મહામારી દરમિયાન લોકોની સેવા કરનારા તબીબોને તેમના નિવાસસ્થાને (Honoring the doctors who served in the Corona epidemic) આમંત્રિત કર્યા હતા. અહીં મુખ્યપ્રધાને તબીબોનો ઋણ સ્વીકાર (Respect for doctors in Gandhinagar) કર્યો હતો. સાથે જ પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે પ્રખ્યાત તબીબોએ કેસરિયો ધારણ (Doctors joins BJP) કર્યો હતો.
ખૂણે-ખૂણેથી આવ્યા તબીબો -મુખ્યપ્રધાને આહવાથી અંબાજી, દ્વારકાથી શામળાજી, દેવગઢ બારિયાથી દિયોદર એમ ગુજરાતના ખૂણેખૂણેથી આવેલા 3,000થી વધુ તબીબોની સેવાઓને બિરદાવી હતી. મુખ્યપ્રધાને આ અવસરે રાજ્યના 35 જેટલા વરિષ્ઠ-સિનિયર ડોક્ટર્સ, જેઓ વિવિધ પદ પર સેવાઓ આપીને નિવૃત થયેલા છે. તેમનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું.
આ પણ વાંચો-'ભૂલ થવી એ એક પ્રકૃતિ છે અને ભૂલને સુધારવી એ પ્રગતિ છે' : વસંત ભટોળે ભૂલ સુધારી
તબીબો ખુશ? -ભાજપના ડોકટર સેલે સમગ્ર ગુજરાતમાંથી ડોક્ટરોને ભાજપ સાથે જોડવાનું કાર્ય કર્યુ છે. તેમાં જુદાજુદા એસોસિએશનન પ્રમુખ ડોકટર્સ સિવાય અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટન્ડન્ટ રહી ચૂકેલા ડો. એમ. એમ. પ્રભાકર અને ડૉ. જે. વી. મોદીનો સમાવેશ થાય છે. જોકે, કેટલાક તબીબો ભાજપ સાથે જોડાઈને ખુશી અનુભવતા હતા.