ગુજરાત

gujarat

Diwali 2021 : અક્ષરધામ મંદિર 10,000 દિવાઓની રોશનીથી થયું પ્રકાશિત, 29 વર્ષ જૂની છે પરંપરા

By

Published : Nov 3, 2021, 8:30 PM IST

દિવાળીનું પર્વ ચાલી રહ્યું છે, ત્યારે દિવાળીમાં (Diwali 2021) દિપોત્સવનું ઘણું મહત્વ રહેલું છે. તેમાં પણ ખાસ કરીને ગુજરાતના મંદીરોમાં દીવાઓના પ્રકાશથી ઉજાસ જોવા મળતો હોય છે. ગાંધીનગરના સેક્ટર 20 સ્થિત અક્ષરધામ મંદિરને (Akshardham Temple) છેલ્લા 29 વર્ષથી દીવાઓથી શણગારી અનોખી રોશની કરવામાં આવે છે. પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવેલા દીપોત્સવનો આ કાર્યક્રમ અક્ષરધામ મંદિરમાં આગામી પાંચ દિવસ એટલે કે લાભ પાંચમ સુધી ચાલશે. જેથી અહીં આવનારા લોકોને આ નજારો દિવાળીના આ પર્વ નિમિત્તે જોવા મળશે.

અક્ષરધામ મંદિર 10,000 દિવાઓની રોશનીથી થયું પ્રકાશિત
અક્ષરધામ મંદિર 10,000 દિવાઓની રોશનીથી થયું પ્રકાશિત

  • લાભ પાંચમ સુધી અક્ષરધામ મંદિરમાં આ રોશની જોવા મળશે
  • પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા શરૂ કરવામાં આવી હતી આ પરંપરા
  • 29 વર્ષથી ચાલતી આવી છે આ પરંપરા

ગાંધીનગર : સ્વામિનારાયણ અક્ષરધામ મંદિરનો (Akshardham Temple) દીપ પ્રજ્વલિત કરેલો નજારો સૌ કોઈને આ પર્વ પર આકર્ષે છે. તેમાં પણ ખાસ કરીને મંદિરની ફરતે 10,000 દિવાઓ પ્રજ્વલિત કરવામાં આવે છે. 1992માં પ્રમુખ સ્વામી મહારાજ દ્વારા અક્ષરધામ મંદિરમાં દિવાળીના (Diwali 2021) તહેવાર પર દીપ પ્રગટાવવાની પરંપરા શરૂ કરવામાં આવી હતી. 29 વર્ષ સુધી દર વર્ષે દિવાળીના તહેવાર પર દિવાઓથી ઝગમગાટ કરવામાં આવે છે. દૂર દૂર સુધી તેની રોશની દેખાતી હોય છે. આ નજારો જોતા અક્ષરધામ મંદિરના દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓમાં પણ ખુશીની લાગણી જોવા મળતી હોય છે.

અક્ષરધામ મંદિર 10,000 દિવાઓની રોશનીથી થયું પ્રકાશિત

દિવાળી એ અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું પર્વ

દિવાળીના દિવસોમાં અક્ષરધામ મંદિરમાં લાભપાંચમ સુધી દરરોજ સાંજે છ વાગ્યાથી લઈને 7.30 વાગ્યા સુધી દીવાઓથી રોશની કરવામાં આવે છે. પ્રમુખસ્વામી મહારાજ દ્વારા આ પરંપરા શરૂ કરવામાં આવી હતી. આ પરંપરા આજે પણ જળવાયેલી છે. દૂર દૂર સુધી આવેલા ભક્તો ખાસ દિવાળીના આ અવસર પર મંદિરમાં આ ખાસ નજારાને જોવા માટે આવે છે. દિવાળીને અંધકારમાંથી ઉજાસ તરફ જવાનું પર્વ માનવામાં આવે છે, ત્યારે દીપ પ્રગટ કરવાની આ પરંપરા અહીં 29 વર્ષથી ચાલી રહી છે, સાંજે 5.30 કલાકથી 7.30 કલાક સુધી આ દીવાઓ લાભ પાંચમ સુધી પ્રજ્વલિત કરવામાં આવશે.

આ પણ વાંચો:

ABOUT THE AUTHOR

...view details