ગુજરાત

gujarat

ETV Bharat / city

રાજ્યમાં 70 ટકા પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, 30 ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે - Textbook

રાજ્યમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ચૂકી છે પણ અનેક શાળાઓમાં પાઠ્યપુસ્તક પહોંચ્યા નથી. પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામકે નિવેદન આપ્યું છે કે 70 ટકા પાઠ્યપુસ્તકનું છાપકામ પૂર્ણ થઈ ગયું છે.

xx
રાજ્યમાં 70 ટકા પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, 30 ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે

By

Published : Jun 14, 2021, 7:05 PM IST

  • રાજ્યની કેટલીક સરકારી શાળાઓ પાઠ્યપુસ્તકોની કમી
  • 70 ટકા પાઠ્યપુસ્તકનુ છાપકામ પૂર્ણ
  • માત્ર 30 ટકા પાઠ્યપુસ્તકનુ છાપકામ બાકી

ગાંધીનગર : ગુજરાતમાં શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ ગઈ છે. એવામાં અનેક જિલ્લાઓમાં પાઠ્યપુસ્તકોની અછત હોવાનું સામે આવ્યું છે.આ બાબતે પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક કમલેશ પરમાર એ જણાવ્યું હતું કે 70% પુસ્તકોનું કામકાજ પૂર્ણ થઇ ચૂક્યું છે, માત્ર 30 ટકા પુસ્તક છાપની કામમાં છે.

રાજ્યની સરકાર શાળાઓમાં પુસ્તકો આપવામાં આવ્યા

પાઠ્યપુસ્તક મંડળના નાયબ નિયામક કમલેશ પરમારએ વધુમાં જણાવ્યું હતું કે ધોરણ 1 થી 8ના પાઠ્યપુસ્તકોનું 70 ટકા કામ પૂર્ણ થઈ ગઈ છે અને રાજ્યની શાળાઓમાં વિનામૂલ્યે પાઠ્યપુસ્તકનો વિતરણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાળાઓમાં વિતરણ વ્યવસ્થા 70 ટકા પૂર્ણ પણ થઇ ગઇ છે. ધોરણ 9 થી 12ના સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા બ્રિજ કોર્ષ યોજના હેઠળના પાછળ પુસ્તકોનું વિતરણ પ્રક્રિયા હાલ ચાલુ છે અને એમાં પણ એક કરોડથી વધુ પુસ્તકો રાજ્યની બધી શાળાઓમાં મોકલવામાં આવ્યા છે.

રાજ્યમાં 70 ટકા પાઠ્યપુસ્તકોનું વિતરણ પૂર્ણ, 30 ટકા પુસ્તકો ટૂંક સમયમાં વિતરણ કરાશે

આ પણ વાંચો : પાઠ્યપુસ્તકમાં ગંભીર છબરડો સામે આવતા કોંગ્રેસે સરકાર પર કર્યા પ્રહાર

ધોરણ 10 અને 12 ના પુસ્તકોમાં સામાન્ય સુધારો

પરમારે વધુમાં જણાવ્યું હતું કે મૂળભૂત રીતે પાઠ્યપુસ્તકોમાં દર વર્ષે કેટલાક સુધારા હોય છે અને સુધારા સાથે નવા પાઠ્યપુસ્તકો પ્રસિદ્ધ થતા હોય છે. આ વર્ષે ધોરણ 12ની કોમ્પ્યુટર અને ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના અમુક પ્રકરણમાં સુધારો વધારો થવાના કારણે આ નવા પુસ્તકો અત્યારે છાપકામમાં છે. સરકારે છેલ્લા એક માસમાં જુલાઈ અને ઓગસ્ટમાં જે બાળકો અભ્યાસ નથી કરી શક્યા તે માટે બ્રીજ કોષના પુસ્તકોનો વિતરણની અને છાપકામની વ્યવસ્થા પણ કરવામાં આવી છે, જેમાં 1.17 કરોડ જેટલા પાઠ્યપુસ્તકોનો વિતરણ આખરી તબક્કામાં છે.

4 દિવસમાં વિતરણ પૂર્ણ કરવામાં આવશે

અનેક સરકારી શાળાઓમાં અમુક વિષયના પાઠ્યપુસ્તકો હજી સુધી પહોંચ્યા નથી. આ બાબતે પરમારે જણાવ્યું હતું કે છાપણી કામકાજમાં હોવાના કારણે પુસ્તકો શાળામાં પહોંચ્યા નથી. અમુક સુધારા-વધારા હોવાના કારણે પણ સમય વધારે જઈ રહ્યો છે. છાપણી કામ પૂર્ણ થવાના આરે છે અને હવે માત્ર ત્રણથી ચાર દિવસથી અંદર જ બાકી રહેલા પુસ્તકો પણ શાળાએ પહોંચાડી દેવામાં આવશે.

આ પણ વાંચો : પાઠ્યપુસ્તક મંડળમાં કૌભાંડ બાદ કરાયેલી બદલીના 3 મહિના બાદ કર્મચારીની વાપસી, અન્ય કર્મીઓમા છુપો રોષ

ABOUT THE AUTHOR

...view details