- માસ પ્રમોશનથી નારાજ વિધાર્થીઓનું પરિણામ જાહેર
- 65 વિધાર્થીઓ કરાવ્યું હતું રજીસ્ટ્રેશન
- 54 વિધાર્થીઓમાંથી 38 વિધાર્થીઓ થયા પાસ
ગાંધીનગર : કેન્દ્ર સરકારના સુચના પ્રમાણે રાજ્ય સરકારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહના નિયમિત વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યું હતું, ત્યારે માસ પ્રમોશન આપવામાં આવેલા વિદ્યાર્થીઓમાં કુલ 65 જેટલા વિદ્યાર્થીઓ પરિણામથી અસંતુષ્ટ હતા. જેથી તેઓએ રાજ્યના શિક્ષણ વિભાગના હુકમ પ્રમાણે માર્કશીટ જમા કરાવીને ફરીથી પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી હતી. જેમાં આજે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિણામ જાહેર કરાયું છે. જેમાં 65 વિદ્યાર્થીમાંથી 54 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહ્યા હતા, જેમાંથી 38 જેટલા વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા છે.
આ પણ વાંચો- રાજયમાં વિજ્ઞાન પ્રવાહના 65 વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ, હવે પરીક્ષા આપીને મેળવશે નવું પરિણામ
65 વિદ્યાર્થીઓ હતા પરિણામથી નારાજ
રાજ્ય સરકારે કેન્દ્ર સરકારની સૂચના પ્રમાણે 12 વિજ્ઞાન પ્રવાહના તમામ નિયમિત વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું, પરંતુ અમુક વિદ્યાર્થીઓ પરિણામથી નારાજ હતા અથવા તો પરિણામ ઓછું આપ્યા હોવાની ફરિયાદ પણ હતી, ત્યારે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા અસંતુષ્ટ વિદ્યાર્થીઓની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ફક્ત સમગ્ર ગુજરાતમાંથી 65 જેટલા વિદ્યાર્થીઓએ જ પરીક્ષા આપવાની તૈયારીઓ દર્શાવી હતી. જેમાંથી અત્યારે કુલ 38 જેટલા વિદ્યાર્થીઓ જ પાસ થયા છે.
પરિણામની ઝલક
કુલ ઉમેદવાર | 65 |
હાજર ઉમેદવાર | 54 |
પાસ થયેલા ઉમેદવાર | 38 |
પરિણામની ટકાવારી | 70.37 ટકા |