ગાંધીનગર:ચૂંટણી નજીક આવે ત્યારે ભાજપ અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો અને કાર્યકર્તાઓ નારાજ (Dissatisfaction In Gujarat Congress) હોવાનું સામે આવતું હોય છે. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly Election 2022)ની ચૂંટણી આવી રહી છે ત્યારે ફરી એકવાર કોંગ્રેસ પક્ષમાં નારાજગી જોવા મળી રહી છે. 12 એપ્રિલના રોજ કોંગ્રેસના દહેગામ વિધાનસભા (dahegam vidhan sabha constituency)ના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડ નારાજ થયા હતા અને ગાંધીનગરમાં સેક્ટર 22 ખાતે આવેલ કોંગ્રેસ કાર્યાલય (Congress Office In Gandhinagar) ખાતે પહોંચીને નારાજગી વ્યક્ત કરી હતી.
સક્રિય કાર્યકર્તા તરીકે રાજીનામું આપ્યું- તેમણે કોંગ્રેસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું, ત્યારે આજે સત્તાવાર કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી રાજીનામુ (kaminiba rathod resigns from congress) આપ્યું છે. કામિનીબા રાઠોડે કોંગ્રેસમાંથી સક્રિય કાર્યકર્તાના રૂપે રાજીનામું આપ્યું છે. તેમની સાથે અન્ય 2 મહિલાઓએ પણ રાજીનામું આપ્યું છે. સાથે જ તેઓએ પોતાના વિડીયો મેસેજમાં જણાવ્યું હતું કે, મેં આજથી જ કોંગ્રેસના સક્રિય કાર્યકર્તા તરીકે રાજીનામું આપી દીધું છે. હવે હું કોઈપણ કાર્યક્રમમાં જોડાઈશ નહીં.
આ પણ વાંચો:Indranil Rajyaguru Joins AAP : ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને વશરામ સાગઠિયા કોંગ્રેસ છોડી આપમાં જોડાઇ ગયાં