- 10 હજારથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાઓ 5.5 મીટર પહોળા થશે
- ગાંધીનગરમાં PDPU જંકશન પર ફ્લાયઓવર બ્રીજ બનશે
- રાજ્યમાં સ્ટેટ હાઇવે અને જિલ્લા માર્ગોને દર પાંચ વર્ષે રિસરફેસ કરાશે
- ફાટક હશે ત્યા અન્ડર બ્રીજ કે ઓવર બ્રીજ બનાવાશેઃ નીતિન પટેલ
ગાંધીનગરઃ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, અમદાવાદ-દહેગામ-ધનસુરાના બાકી રહેતા 38 કિલોમીટરના રસ્તાનું 190 કરોડના રૂપિયાના ખર્ચે ચાર માર્ગીયકરણ કરવામાં આવશે. 10 હજાર કે તેથી વધુ વસ્તી ધરાવતા ગામોના રસ્તાને ઓછામાં ઓછા 5.5 મીટર પહોળો કરવામાં આવશે. ગાંધીનગર-કોબાના રસ્તા ઉપર 50 કરોડ રૂપિયાના ખર્ચે PDPU જંકશન પર ફલાય ઓવર બ્રીજ બનશે. રાજ્યમાં જયાં નર્મદા કેનાલને ક્રોસ કરતા હોય ત્યાં હયાત તમામ સાંકડા બ્રીજને રસ્તાની પહોળાઇ મુજબના બનાવવામાં આવશે.
આ પણ વાંચોઃ કોરોનાને લઈને વિધાનસભા સત્ર ટૂંકાવવાનું કોઈ આયોજન નથી: નીતિન પટેલ