ગાંધીનગરરાજ્યની ભૂપેન્દ્ર પટેલની સરકારે (cm bhupendra patel) બજેટ સત્રમાં (Gujarat Budget 2022) વિધાનસભા ગૃહમાં રખડતા ઢોર નિયંત્રણ બિલ પસાર (gujarat cattle control bill 2022) કર્યું હતું, પરંતુ માલધારી સમાજના વિરોધને ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા આ બિલને હાલમાં સ્થગિત કરી દેવામાં આવ્યું છે. ત્યારે બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) ઢોર બિલના અમલીકરણમાં ઢિલાશ રાખીને રાજ્ય સરકારે 8 કૉર્પોરેશન અને 56 નગરપાલિકામાં ઢોરવાડા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ નિર્ણય લેવાયોરાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન જિતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રખડતા ઢોરો બાબતે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે (cm bhupendra patel) મહત્વના નિર્ણય કર્યા છે. જ્યારે કેબિનેટ બેઠકમાં પણ આ અંગેનો નિર્ણય પસાર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત 8 કૉર્પોરેશન અને 56 નગરપાલિકામાં આ નિર્ણય લાગુ કરવામાં આવશે, જેમાં જે પશુપાલકો પાસે ઢોર રાખવાની વ્યવસ્થા ના હોય તો કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા ઢોરવાડામાં પશુઓને મૂકવાની વ્યવસ્થા કરવામાં (cattle catching) આવશે
ઢોર પકડવાની કામગીરી યથાવત્ રહેશે તેમણે વધુમાં જણાવ્યું (Gujarat Cabinet Meeting) હતું કે, જ્યારે પશુઓના ટ્રાન્સપોર્ટ માટેની વ્યવસ્થા પણ સરકાર દ્વારા કરવામાં આવશે અને તેનો ખર્ચ પણ સરકાર દ્વારા ભોગવવામાં આવશે. આ માટે રાજ્ય સરકારે 10 કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે. જો જેતે કોર્પોરેશન અને નગરપાલિકામાં જગ્યા ઓછી (cattle catching) હશે. તો હંગામી ધોરણે ઢોરવાડા પણ બનાવવામાં આવશે. જ્યારે જેતે કોર્પોરેશન અને નગરપાલિકા દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી પણ યથાવત જ રાખવામાં આવશે.
દિવ્યાંગ લોકોને થશે ફાયદોદિવ્યાંગ લોકો માટે કેબિનેટ બેઠકમાં (Gujarat Cabinet Meeting) નિર્ણય કરાયો હોવાથી પણ મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગુજરાતમાં દિવ્યાંગ લોકોને (disability person in gujarat) એસટી બસમાં ફ્રી પાસ આપવામાં આવે છે, પરંતુ જો આવા દિવ્યાંગ લોકોને ગુજરાતની બહાર ગુજરાત રાજ્યની એસટી બસમાં જવું હોય તો ભાડું ચૂકવવું ફરજિયાત હોય છે. ત્યારે આ ભાડા ચૂકવવામાંથી પણ તેમને મુક્તિ આપવામાં આવી છે. આ માટે રાજ્યની 168 એસ.ટી.ના રુટ કે જે રાજ્યની બહાર ચાલે છે તેમાં પણ તેઓને ફ્રી પાસ આપવામાં આવશે આમ આ નિર્ણયથી રાજ્યમાં કુલ 3,18,000 જેટલા દિવ્યાંગ લોકોને ફાયદો થશે.