ગુજરાત

gujarat

ETV Bharat / city

નરેશ પટેલના CM પાટીદાર હોવાના નિવેદન બાદ દિલીપ સંઘાણીએ આપેલું નિવેદન પરત ખેંચ્યું - પાટીદાર અગ્રણીઓની બેઠક

રાજ્યના આગામી મુખ્યપ્રધાન પાટીદાર હોવો જોઈએ તેવા નરેશ પટેલના નિવેદન સંદર્ભે બીજેપી નેતા અને રાજકીય આગેવાન દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓનાના આગેવાનોએ આ પ્રકારે રાજકીય નિવેદનો ન કરવા જોઈએ. આ બાબતે મામલો ગરમાયો હતો અને છેવટે દિલીપ સંઘાણીએ કહ્યું કે, મારું નિવેદન પહેલા હતું, કેમ કે, સ્પષ્ટતા દેખાતા મારું નિવેદન પાછું લઈ રહ્યો છું.

નરેશ પટેલના CM પાટીદાર હોવાના નિવેદન બાદ દિલીપ સંઘાણીએ આપેલું નિવેદન પરત ખેંચ્યું
નરેશ પટેલના CM પાટીદાર હોવાના નિવેદન બાદ દિલીપ સંઘાણીએ આપેલું નિવેદન પરત ખેંચ્યું

By

Published : Jun 13, 2021, 5:10 PM IST

  • ખોડલધામ મંદિરમાં બેઠક બાદ મામલો ગરમાયો
  • ધાર્મિક સંસ્થાઓના આગેવાનોએ આવા નિવેદનો ના કરવા: દિલિપ સંઘાણી
  • સંઘાણીએ કહ્યું, મિટિંગ પહેલા આ તેમનું વ્યક્તિગત નિવેદન હતું

ગાંધીનગર: ખોડલધામ મંદિર ખાતે લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓની બેઠક યોજવામાં આવી હતી. જે બાદ ખોડલધામના આગેવાન નરેશ પટેલે એવું નિવેદન આપ્યું હતું કે, આગામી મુખ્યપ્રધાન પાટીદાર જ હોવો જોઈએ. આ ઉપરાંત, તેમને આ મિટિંગ બાદ આપ પાર્ટીના પણ વખાણ કર્યા હતા. જેની પ્રતિક્રિયામાં દિલીપ સંઘાણીએ કહ્યું હતું કે, ધાર્મિક સંસ્થાઓની મિટિંગોમાં ધાર્મિક સંસ્થાઓના આગેવાનોએ આવા નિવેદનો ના કરવા જોઇએ. નરેશભાઈ એમનું કામ કરે. આ મામલે રાજકારણ વધુ ગરમાતા બાદ દિલીપ સંઘાણીએ તેમનું નિવેદન પાછું લીધું હતું.

નરેશ પટેલના CM પાટીદાર હોવાના નિવેદન બાદ દિલીપ સંઘાણીએ આપેલું નિવેદન પરત ખેંચ્યું

આ પણ વાંચો:ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ વિવાદમાં, રાજ્યસભાની ટીકિટના અભરખાનો આક્ષેપ

ખોડલધામમાં મિટિંગ પહેલા તેમને નિવેદન આપ્યું

નરેશભાઈ એ જે નિવેદન આપ્યું એ ખોડલધામ મિટિંગનો સાર નહોતો. મિટિંગ પહેલા તેમને આ નિવેદન આપેલું હતું. એ તેમનો વ્યક્તિગત મત આપી શકે છે. જેથી હું આ વાતને અહીં પૂરી કરી છું. આ તેમનો વ્યક્તિગત મત છે. તેઓ કોઈ રાજકીય પક્ષ સાથે જોડાયેલા નથી. મિટિંગનું બ્રિફિંગ મને કોઈ મીડિયાના કર્મીએ સામે ચાલીને પૂછ્યું હતું. પરંતુ, ખોડલધામનો રાજકીય ઉપયોગ ના થાય તે માટે નરેશભાઈ અને અન્ય આગેવાનો સહમત છે. મને એવો ભાવ પેદા થયો હતો જેથી મે મારો મત આપેલો. વિવાદાસ્પદ નિવેદન મારે કોઈ કરવાની જરૂર નથી તેનો હવે અંત આવે છે. - દિલીપ સંઘાણી

સમગ્ર રાજ્યને વિશ્વાસ અપાવી શકે એવો પાટીદાર ચહેરો હોવો જોઈએ

પાટીદાર ચહેરો ભલે હોય પરંતુ એ સમગ્ર રાજ્યને વિશ્વાસ અપાવી શકે એવો પાટીદાર ચહેરો હોવો જોઈએ. આ પ્રકારનો ચહેરો જ તૈયાર કરવો પડે જેમને સમગ્ર રાજ્યની જનતા સ્વીકારે, આ પોઝિટિવ વિચારથી થઈ શકે છે. જ્યારે, આપ પાર્ટીની વાત કરીએ તો આપનું કશું જ નથી આવવાનું. પાટીદાર આંદોલનમાં ભોગ બનેલા અને કોંગ્રેસમાં પણ નિરાશા થઈ એ કારણે થોડી ઘણી સીટો આપને સૂરતમાં મળી હતી.

આ પણ વાંચો:ખોડલધામમાં પાટીદાર નેતાઓની બેઠક બાદ નરેશ પટેલનો વીડિયો વાઇરલ, રાજકારણ ગરમાયું

મિટિંગ સમાજની એકતા, વિદ્યાર્થીઓના ભણતરને લઈને યોજાઇ હતી

આ મિટિંગ સમાજની એકતા, વિદ્યાર્થીઓના ભણતરને લઈને યોજાઇ હતી. એકતાનું સૌથી મોટું ઉદાહરણ અમરેલીમાં લેઉવા અને કડવા પાટીદાર સમાજે સંસ્થામાં એક થઈને પૂરું પાડ્યું છે. સમાજના તમામ અગ્રણીઓ એક છે અને એક થઈને કામ કરે છે.

ABOUT THE AUTHOR

...view details