- ચોટીલામાં ભક્તો માટે રોપ-વે બનશે
- ગૃહમા જ કરવામાં આવી જાહેરાત
- ચોટીલના ધારાસભ્ય આભાર માન્યો
ગાંધીનગર : ચોટીલામાં પણ ભક્તો માટે રોપ-વે બનશે. જેથી દર્શનાર્થીઓ તેમા બેસી દર્શનાર્થે જઇ શકશે. રોપ-વે બનશે તેની મંજૂરી મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આપી દેવામાં આવી છે. જેને લગતી જાહેરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન વિજય રૂપાણીએ કરી હતી. ગૃહમાં જાહેરાત બાદ ચોટીલાના ધારાસભ્ય મકવાણાએ પણ સીએમનો આભાર માન્યો હતો.
ચોટીલા ગ્રામજનો મંજૂરી આપશે તો હાઇવે બાયપાસ કરવામાં આવશે
નીતિન પટેલ સૌરાષ્ટ્રના તમામ ધારાસભ્યોને ધ્યાન દોરતા કહ્યું હતું કે, રાજકોટથી ગાંધીનગર આવવાનો માર્ગ 6 માર્ગીય બની રહ્યો છે. તેમને ગૃહમાં પ્રશ્નોતરી કાળ દરમિયાન જણાવ્યું હતું કે, હાલ કામ પુરજોશમાં ચાલી રહ્યું છે અને ચોટીલા ગ્રામજનો મંજૂરી આપશે તો ચોટીલાથી હાઇવે બાયપાસ કરવામાં આવશે. હાલ આ મામલે મુખ્યપ્રધાન સાથે ચર્ચા ચાલી રહી છે. જો કે, ઋત્વિક મકવાણાએ કહ્યું હતું કે, બાયપાસની જગ્યા એ જે છે એને સુધારવામાં આવે.