- ગાંધીનગરના મહુડી મંદિરનું મહત્વ
- મહુડી મંદિરમાં કાળી ચૌદસનું છે અનેરું મહત્વ
- ચંદન સાથે સોનાની વરખથી ભગવાન અને ભક્તોને કરવામાં આવશે ચાંદલો
- કોરોના નિયમોને લીધે ફક્ત 400 લોકોને જ પરવાનગી
ગાંધીનગર: ગાંધીનગર પાસે આવેલા મહુડી (Mahudi) ના ઘંટાકર્ણ મહાવીર મંદિર ખાતે કાળી ચૌદસની પૂજાનો ખૂબ જ મહત્વ છે. કાળી ચૌદસના દિવસે જ ભાવિક ભક્તો માટે ગર્ભ ગૃહ ખુલ્લુ રાખવામાં આવે છે અને ભાવિક ભક્તો મૂર્તિને સ્પર્શ કરીને ભગવાન મહાવીરને ચંદનનો ચાંદલો અને સોનાની વરખ પહેરાવે છે કે, જ્યારે ભગવાનને ચડાવેલા અને લગાવેલા ચંદનનો ચાંદલો અને સોનાની વરખ મંદિરના પૂજારી ભાવિક ભક્તોને ચાંદલો કરી આપે છે.
આ પણ વાંચો:રામનગરી અયોધ્યામાં બનશે વર્લ્ડ રેકોર્ડ: લાખોની સંખ્યામાં દીવા પ્રગટાવી યોગી આદિત્યનાથ ઉજવશે દિવાળી
સુખડી પ્રસાદીનું છે મહત્વ
મહુડી (Mahudi) મંદિરમાં પ્રસાદીના મહત્વનું પણ અનેરો મહિમા છે. ભગવાન ઘંટાકર્ણ મહાવીરને સુખડીની પ્રસાદી ધરાવવામાં આવે છે. એવું પણ મહત્વ છે કે, જ્યારે મહુડી ગામના લોકો સુખ- સંપત્તિથી રહી શકે અને સારી રીતે જીવન જીવી શકે તેને ધ્યાનમાં લઈને જ સુખડીને પ્રસાદ તરીકે માનવામાં આવ્યો હતો અને મહુડીની મંદિરના કેમ્પસની બહાર પ્રસાદ લઈ જવા પર પણ પ્રતિબંધ છે અને જો કોઈ પણ વ્યક્તિ પ્રસાદ લઈને બહાર જાય તો તેવા ભક્તોને ચમત્કારનો પણ અનુભવ થાય છે.
આ પણ વાંચો:જાણો કાળી ચૌદસનું શું છે મહત્વ, શા માટે ભજીયા મૂકી કાઢવામાં આવે છે કકળાટ