રાજ્યમાં વરસાદની ઘટ છતા પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાઈ, સિંચાઈ વિભાગે કર્યું માઈક્રો મેનેજમેન્ટ - વરસાદ નોંધાયો
રાજ્યમાં આ વર્ષે દર વર્ષ કરતા સિઝનનો ઓછો વરસાદ પડતા પાણીની ઘટ પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે, ત્યારે રાજ્યમાં આગાગમી મહિનામાં વરસાદ પડે તેવી સંભાવનાઓ જણાઈ રહી છે. રાજ્યના સિંચાઇ વિભાગે પીવાના પાણી અને સિંચાઈના પાણીના ડેમો અંગે માહિતી આપી હતી.
રાજ્યમાં વરસાદની ઘટ છતા પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાઈ
By
Published : Aug 24, 2021, 8:21 PM IST
રાજ્યમાં સિઝનનો 47 ટકા જેટલો જ વરસાદ નોંધાયો
હજુ સપ્ટેમ્બર માસમાં વરસાદ આવે તેવી શક્યતાઓ
વરસાદ નહિ આવે તો પણ નહીં સર્જાઈ પાણીની અછત
ગાંધીનગર : રાજ્યમાં ચાલુ વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર બની છે, વહેલું ચોમાસું બેસી જવા છતાં પણ રાજ્યમાં હજુ પુરતો વરસાદ પડ્યો નથી, અત્યાર સુધીમાં ફક્ત 47 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, આથી 50 ટકા વરસાદની ઘટ ગુજરાત રાજ્યમાં સામે આવી છે. સિઝનને હજુ એક મહિનો બાકી હોવાથી આવનારા મહિનામાં વરસાદ પડે તેવી સંભાવનાઓ પણ સેવાઇ રહી છે. રાજ્યમાં વરસાદ નહીં પડવાને કારણે તમામ ડેમોના પાણીમાં ઘટાડો નોંધાયો છે, પરંતુ આવનારા વર્ષ સુધી પીવાના પાણીની નહિવત સમસ્યા સર્જાય તેવું આયોજન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું હોવાનો સરકારનો દાવો છે.
પીવાના પાણી માટે રાજ્યમાં ફક્ત 60 ડેમો
રાજ્યના સિંચાઇ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે રાજ્યમાં 60 જેટલા ડેમ એવા છે કે, જેનો ઉપયોગ ફક્ત પીવાના પાણી માટે જ કરવામાં આવે છે. આમ આવા ડેમમાંથી 100 ટકા પીવાના પાણી તરીકે રિઝર્વેશન આરક્ષિત રાખવામાં આવે છે, જ્યારે અન્ય ડેમોમાંથી પીવાનું પાણી આરક્ષિત રાખીને વધારાનું પાણી બાષ્પીભવન થઈ જાય છે, આ ઉપરાંત, ઉદ્યોગ વેપાર ધંધા માટે જોડવામાં આવે છે.
રાજ્યમાં વરસાદની ઘટ છતા પીવાના પાણીની સમસ્યા નહીં સર્જાઈ
સિંચાઈ માટે 9 લાખ એકરમાં પાણી છોડવામાં આવ્યું
રાજ્યમાં વરસાદની ઘટને કારણે ખેડૂતોએ કરેલા વાવેતરનો આંક પણ મુશ્કેલીમાં હતો, ત્યારે રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવાની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સપ્ટેમ્બર સુધીનું પાણી છોડવાની જાહેરાત કરાઈ છે, ત્યારે અત્યાર સુધીમાં કુલ 39 ડેમમાંથી 9 લાખ એકર જમીનને પાણી છોડવામાં આવ્યું છે. આગામી સમયમાં પણ જો વરસાદ નહીં પડે તો આયોજન મુજબ તબક્કાવાર ધીમે ધીમે જરૂરિયાત પ્રમાણે પાણી છોડવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે.
વરસાદ નહીં થાય તો પણ નર્મદાનું પાણી રાજ્યના ખૂણે પહોંચાડવામાં આવશે
જે રીતે વરસાદની ઘટ સામે આવી રહી છે, તેવી જ રીતે આવનારા સમયમાં પુરતો વરસાદ નહીં પડે તો પીવાના પાણીની સમસ્યાનો સામનો કરવો પડે તેવી સંભાવનાઓ સામે આવી શકે છે, ત્યારે સિચાઈ વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે જો આગામી સમયમાં પણ વરસાદ નહીં થાય તો સમગ્ર રાજ્યમાં નર્મદાનું પાણી કેનાલ મારફતે રાજ્યના ખૂણેખૂણે પહોંચાડવામાં આવશે. આ સાથે સૌરાષ્ટ્રના ડેમો સૌની યોજના સાથે જોડાયેલા છે, ત્યારે સૌની યોજના થકી નર્મદાનું પાણી ચૌદસના ડેમમાં મોકલીને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી પહોંચાડવામાં આવશે. તેવું આયોજન પણ વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.