ગાંધીનગર : ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ 100 ટકા ક્ષમતા સાથે ભરાઈ ગયો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે નર્મદા ડેમના વધામણા કરવામાં આવશે, તેવી જાહેરાત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે. આ સાથે નીતિન પટેલે સ્પષ્ટ કર્યું કે, આગામી સમયમાં રાજ્ય સરકાર લોકડાઉન અંગે કોઈ જ વિચાર કરી રહી નથી.
નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે નર્મદા ડેમના વધામણા અને લોકડાઉન અંગે કરી મહત્વની જાહેરાત - lockdown
ગુજરાતના જીવાદોરી સમાન નર્મદા ડેમ સંપૂર્ણ 100 ટકા ભરાઈ ગયો છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે સરદાર સરોવર ડેમના વધામણા કરવામાં આવશે તેવી જાહેરાત રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કરી છે. આ સાથે આગામી સમયમાં રાજ્યમાં લોકડાઉનનું રાજ્ય સરકાર કોઈ જ વિચાર ન કરી રહી હોવાનું તેમને જણાવ્યું હતું.
નર્મદા ડેમ બાબતે નીતિન પટેલે જણાવ્યું હતું કે, નર્મદા ડેમ પોતાની પુરી ક્ષમતા સાથે 100 ટકા ભરાઈ ગયો છે, તેની મહત્તમ કેપીસીટી 138.68 મીટર સુધી ડેમ સંપૂર્ણ ભરાઈ ચૂક્યો છે, ત્યારે ગુરૂવારે ડેમના વધામણા કરવામાં આવશે.
અમદાવાદ શહેરમાં ચાની કીટલી પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. 17 સપ્ટેમ્બરથી એક પણ ચાની કીટલી ખુલી શકશે નહીં. ત્યારે આ સમય દરમિયાન લોકોમાં એવી પણ ચર્ચા જાગી હતી કે, રાજ્યમાં ફરીથી લોકડાઉન લાગુ કરવામાં આવશે તે સવાલનો જવાબ આપતા રાજ્યના મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, રાજ્યમાં રાજ્ય સરકાર કોઈપણ પ્રકારનું લોકડાઉન લાગુ કરવા અંગેનો વિચાર કરી રહી નથી. જે લોકો લોકડાઉન કરી રહ્યા છે, એ લોકો પોતાની સ્વેચ્છાએ પોતાની રીતે અને એસોસિએશન દ્વારા લોકડાઉન કરી રહ્યા છે, પરંતુ તે લોકડાઉન ગણાય નહીં. તે તેમને સ્વેચ્છાએ દુકાનો અને બજારો બંધ કરી રહ્યા છે. આગામી સમયમાં રાજ્ય સરકાર કોઇ જ પ્રકારનું લોકડાઉન લાવવા માટે આયોજન કર્યું નથી.