ગાંધીનગરઃ સરકારી કર્મચારીઓ ઉપર જાહેર જનતા અને કામકાજ બાબતે અનેક આક્ષેપો પ્રતિઆક્ષેપો થતાં હોય છે. ત્યારે જો તથ્ય જણાય અને કોન્ક્રિટ ફરિયાદ આવે. આવા સમયમાં રાજ્ય સરકારના અલગ અલગ વિભાગ દ્વારા સરકારી કર્મચારીઓ ઉપર ખાતાકીય તપાસ (Departmental investigations against government employees) કરવામાં આવે છે. ત્યારે રાજ્ય સરકારમાંથી મળતી માહિતી પ્રમાણે, છેલ્લા કેટલાય સમયથી સરકારના 2,000થી વધુ કર્મચારીઓ સામે ખાતાકીય તપાસ (Complaint against Government Employees) કાર્યરત્ છે. જ્યારે અનેક એવા અધિકારીઓ છે કે, જેમના કેસને 5 વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયો છે.
આ વિભાગમાં આટલા કેસ -રાજ્યના ગૃહ વિભાગમાં 120, પંચાયત વિભાગમાં 280, મહેસુલ વિભાગમાં 145, વાહનવ્યવહાર અને બંદર વિભાગમાં 120, વન અને પર્યાવરણ વિભાગમાં 150, રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગમાં 148, આરોગ્ય વિભાગમાં 118 કેસ છે. આ કેસમાં કાર્યવાહી થઈ રહી છે.
પ્રાથમિક ફરિયાદના આધારે આ કર્મચારીઓની તપાસ કાર્યરત્ -રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ તરફથી મળતી માહિતી મુજબ, વર્ગ 1 અને વર્ગ 2ના કર્મચારીઓ સામે ખાતાકીય અને પ્રાથમિક તબક્કાની તપાસ શરૂ છે. જ્યારે પ્રાથમિક તબક્કામાં આક્ષેપ અને શંકા અને પ્રાથમિક ફરિયાદને (Complaint against Government Employees) આધારે 1,200થી વધુ કર્મચારીઓની તપાસ કાર્યરત્ છે. તો પ્રાથમિક તપાસ પૂર્ણ થઈ હોય અને બીજા તબક્કામાં હોય તેવા 1,500થી વધુ સરકારી કર્મચારીઓ વિભાગીય વડાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે, જે અમુક સમયાંતરે રિવ્યૂ બેઠકમાં ચર્ચા કરવામાં આવે છે.
આ પણ વાંચો-આ પોલીસ સ્ટેશનમાં કામ નહીં રિલ્સ બને છે અને પોલીસકર્મી કહે છે 'વોરન્ટ લાયા હૈ'...
સરકારી નિગમોમાં પણ અનેક તપાસ -રાજયના સરકારી નિગમની વાત કરવામાં આવે તો, ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનમાં (Gujarat State Transport Corporation) પણ કંઈક એવી તપાસ કાર્યરત્ છે. જ્યારે બીજા અન્ય સરકારી નિગમો અને વિભાગોમાં જે કર્મચારીઓ સરકારી નહીં પણ નિગમના કર્મચારીઓ હોય. તેવા કેસો પણ 300ને પાર આંકડો હોય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે.
આ પણ વાંચો-Rajendra Trivedi Surprise Visit : મહેસૂલપ્રધાને અચાનક ક્યાં કરી રેઇડ, શું જોવા મળ્યું અને કયા ઓફિસરને સસ્પેન્ડ કરી દીધાં જાણો
કેડર પ્રમાણે તપાસ અને નિર્ણય -જો કોઈ પણ વર્ગના અધિકારી વિરૂદ્ધ ખાતાકીય અથવા પ્રાથમિક તપાસ (Departmental investigations against government employees) થતી હોય. તે નિયમ પ્રમાણે જ કરવામાં આવતી હોય છે. જ્યારે તપાસના (Departmental investigations against government employees) અંતે અધિકારી વિરૂદ્ધ કેવા પ્રકારના પગલાં લેવા તેને સસ્પેન્ડ કરવા કે, ના કરવા અને જો સસ્પેન્ડ કરવા તો કેટલા દિવસ સુધી સસ્પેન્ડ રાખવા. તે તમામ પ્રકારના નિર્ણય કેલેન્ડર પ્રમાણે લેવામાં આવતા હોય છે. જ્યારે વર્ગ 1ના અધિકારી-કર્મચારી તપાસમાં દોષિત જાહેર થાય તો તે નિર્ણય મુખ્યસચિવ અને મુખ્યપ્રધાનની ચર્ચા બાદ લેવાતો હોય છે. જ્યારે અન્ય અધિકારી અથવા તો કર્મચારીનો નિર્ણય જેતે વિભાગના વડા અને જેતે વિભાગના પ્રધાન દ્વારા કરવામાં આવતો હોય છે.
IAS અને IPS કેસમાં કેવી રીતે થાય છે નિર્ણય -IAS અને IPS અધિકારીના કેસમાં સૌપ્રથમ એક કમિટીની રચના રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. કમિટીના અહેવાલ બાદ જ જેતે IAS અથવા IPS અધિકારી વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરવામાં આવે છે. તે નિર્ણય મુખ્યપ્રધાન દ્વારા લેવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019માં IAS ગૌરવ દહિયા વિરુદ્ધ પણ આવા જ પગલાં ભરવામાં આવ્યા હતા. હજી સુધી તેઓ સસ્પેન્ડ જ છે કે, જ્યારે તેમની સસ્પેન્ડની અંતિમ તારીખ 31 મે છે. ત્યારે હવે રાજ્ય સરકાર નિર્ણય કરશે કે, તેમની સસ્પેન્શન વધારવો જોઈએ કે નહીં. આમ, IAS, IPS અધિકારીઓના કેસમાં જ્યાં સુધી કેસ પૂર્ણ થાય નહીં ત્યાં સુધી તપાસ (Departmental investigations against government employees) અને સસ્પેન્શન યથાવત્ રહે છે.