- પોલીસ વિભાગની ભરતીમાં અનુસૂચિત જાતિના આરક્ષણને લઈને વિવાદ
- વિધાનસભામાં ઉઠ્યો હતો મુદ્દો
- સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે કરી સ્પષ્ટતા
ગાંધીનગરઃ રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા તાજેતરમાં પોલીસ ભરતીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ભરતીમાં અનુસૂચિત જાતિ માટે આરક્ષિત સીટોને લઈને વિવાદ થયો હતો. કુલ 372 જેટલી જગ્યાઓ સામે અનુસૂચિત જાતિ માટે ફક્ત 03 જગ્યા રાખવામાં આવી છે. જે સરકારી ભરતીઓમાં અનુસૂચિત જાતિના 7 ટકા અનામતનું ઉલંઘન છે. આ મુદ્દે સ્પષ્ટતા કરતા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગે જણાવ્યું હતું કે, આર.કે સબરવાલ વિરુદ્ધ પંજાબ સરકારના કેસમાં સર્વોચ્ચ ન્યાયાલય દ્વારા ચુકાદો આપવામાં આવ્યો હતો કે, સરકારી ભરતીઓમાં અનામત વેકેન્સી કે રોસ્ટરના આધારે નહિ, પરંતુ પોસ્ટના આધારે કરવામાં આવે. તે મુજબ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા 08 માર્ચ, 1999 અને 05 સપ્ટેમ્બર, 2000 થી તે મુદ્દાના ઠરાવ થયેલા છે. તે મુજબ ભરતી જાહેર કરાય છે.
ભરતી અને બઢતીના અલગ રોસ્ટર
સીધી ભરતી અને બઢતીના અલગ રોસ્ટર અને રજીસ્ટર નિભાવવામાં આવે છે. જે મુજબ અનામત જાતિનું યોગ્ય પ્રતિનિધિત્વ જળવાય તેની વ્યવસ્થા કરવામાં આવે છે. હાલ ભરાયેલી જગ્યાઓ અને ભરવામાં આવનારી જગ્યાઓના કુલ પ્રતિનિધિત્વને આધારે નિયમ પ્રમાણે રોસ્ટર રજિસ્ટરને આધારે ગણતરી કરીને અનુસૂચિત જનજાતિના 14 ટકા અનુસૂચિત જાતિના 07 ટકા, અન્ય પછાત જાતિના 27 ટકા અને આર્થિક નબળા વર્ગના 10 ટકા જળવાય તે રીતે વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ ગુજરાત પોલીસ વિભાગની ભરતીમાં અનામતના યોગ્ય અમલ માટે માગ ઉઠી
300 બિન-હથિયારધારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની ભરતી