ગુજરાત

gujarat

ETV Bharat / city

ખાણ-ખનીજ વિભાગે VTRS સિસ્ટમ વિકસાવવાનો કર્યો નિર્ણય - VTRS system

રાજ્યમાં અવારનવાર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ થતી સામે આવતી હોય છે. ત્યારે તેની વિરૂદ્ધ કોઇ પણ સામાન્ય વ્યક્તિ આંગળી નથી ઉઠાવી શકતી. ત્યારે રાજ્યમાં ખનીજ ચોરો પર લગામ લગાવવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ખાણ-ખનીજ વિભાગે VTRS સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે.

ખાણ-ખનીજ વિભાગે VTRS સિસ્ટમ વિકસાવવાનો કર્યો નિર્ણય
ખાણ-ખનીજ વિભાગે VTRS સિસ્ટમ વિકસાવવાનો કર્યો નિર્ણય

By

Published : Aug 17, 2021, 1:11 PM IST

Updated : Aug 17, 2021, 4:59 PM IST

  • રાજ્ય સરકારના ઉદ્યોગ અને ખાણ વિભાગનો નિર્ણય
  • જિલ્લા સ્તરે એક સ્પેશિયલ બેન્ક એકાઉન્ટ રાખીને ફંડ મેનેજ કરવો પડશે
  • સામાજિક સંસ્થા, દાતાઓ, જાહેર જનતા પાસેથી ફંડનું મેનેજમેન્ટ કરવાનું રહેશે

ગાંધીનગર: રાજ્યમાં થતી બેફામ ખનીજ ચોરી પર લગામ કસવા ખાણ-ખનીજ વિભાગે મોટો નિર્ણય કર્યો છે. રાજ્યમાં ખનીજ ચોરો પર લગામ લગાવવા માટે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો- પોરબંદરના પાલખડામાં ખનીજ ચોરોએ પોલીસ પર કર્યો હુમલો

નોંધણી બાદ GPRS થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરાશે

ખાણ-ખનીજ વિભાગમાં નોંધાયેલા 90 હજાર વાહનોનું રજીસ્ટ્રેશન અને ટ્રેકિંગ કરાશે. ખાણ- ખનીજ વિભાગે VTRS સિસ્ટમ વિકસાવવાનો નિર્ણય કર્યો છે. સિસ્ટમ દ્વારા તમામ વાહનોનું ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાશે. નોંધણી બાદ GPRS થકી તમામ વાહનોનું ટ્રેકિંગ કરાશે. સિસ્ટમથી પેનલ્ટી ચોરી અને ગેરકાયદેસર ખનનને પણ અટકાવી શકાશે.

વહીવટી તંત્રની રહેમનજર તળે પથ્થરોનું કટિંગ કરી રહ્યાં છે

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અવારનવાર ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ થતી સામે આવતી હોય છે. ત્યારે તેની વિરૂદ્ધ કોઇ પણ સામાન્ય વ્યક્તિ આંગળી નથી ઉઠાવી શકતી. તાજેતરની જ ઘટનાની વાત કરીએ તો સાબરકાંઠા જીલ્લાની શાન ગણાતા ઇડર ગઢને માથેથી એક વાર ખનનનું જોખમ ટળ્યાં બાદ હવે પાછલે બારણે લીઝ માલિકો સક્રિય બન્યા છે. વહીવટી તંત્રની રહેમનજર તળે પથ્થરોનું કટિંગ કરી રહ્યાં છે. આ ખનન રોકવા ગયેલા ગઢ બચાવો સમિતિના સભ્યો અને સ્થાનિકો દ્વારા ઈડર જડબેસલાક બંધ રહ્યું હતું.

લીઝ માલિકો પાંગળો કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે

સાબરકાંઠા જીલ્લા સહીત ગુજરાતભરમાં જેની નામના છે એવા ઈડરિયા ગઢને ફરી એકવાર લીઝ માલિકો પાંગળો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. બેથી ત્રણ વર્ષ પહેલા ઇડર ગઢ બચાવો સમિતિ સહીત સાબરકાંઠા જીલ્લાભરમાંથી આવેલા ગઢ પ્રેમીઓના ધરણા, આવેદનપત્રો અને અહીંસક લડાઈઓ બાદ વહીવટી તંત્ર ઝૂક્યું હતું અને ગઢમાં ચાલી રહેલા ખનન પર પ્રતિબંધ મુક્યો હતો.

ફરી એક્વાર ખનન પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી

જો કે, ફરી એકવાર આ ખનન પ્રવૃત્તિ શરૂ કરી દેવામાં આવી છે. જેનો રોષ લોકોમાં જોવા મળ્યો છે અને તેને લઈને ઈડર શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે. તો કોંગ્રેસે પણ બંધને સમર્થન આપ્યું છે.

આ પણ વાંચો- જામનગરના જોડિયા પાસે ખનીજ ચોરો સામે તવાઈ, 11 ટ્રેકટર 1 લોડર જપ્ત

ઈડર શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું છે

ઈડર શહેર સ્વયંભૂ બંધ રાખવામાં આવ્યું, ઇડર ગઢ માટે હવે સ્થાનિક લોકો પણ મરણીયા બન્યા છે. બીજી બાજુ તંત્ર આ ખનન પ્રવૃત્તિને અટકાવવામાં અસમર્થ બની રહ્યાં છે. ત્યારે એક વાર ફરી ઇડરમાં ગઢ બચાવવા માટે શહેર બંધ રાખી આંદોલન ઉભું કરી સરકાર સુધી રજૂઆત પહોંચાડવાનો એક પ્રયાસ કર્યો છે, પરંતુ જો ખનન નહીં અટકે તો અન્ય આંદોલન પણ શરૂ થાય તેમાં નવાઈ નહીં.

Last Updated : Aug 17, 2021, 4:59 PM IST

ABOUT THE AUTHOR

...view details