ગુજરાત

gujarat

ETV Bharat / city

Department of Energy paper scam : વચેટિયાઓના નામ ખુલ્યાં, આંગડિયા પેઢીમાં થયાં હતાં વ્યવહાર - પેપર સ્કેમમાં વચેટિયાઓના નામ

સરકારી વિભાગોની પરીક્ષાઓમાં પેપર લીક સહિત જેટકો પરીક્ષામાં ગેરરીતિ (Department of Energy paper scam) સંદર્ભે વચેટિયાના નામ ખુલ્યાં છે. નામો જાહેર કરતાં યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ (AAP Leader Yuvrajsinh Jadeja) હાઇકોર્ટના જજ દ્વારા તપાસની માગ કરી છે.

Department of Energy paper scam : વચેટિયાઓના નામ ખુલ્યાં, આંગડિયા પેઢીમાં થયાં હતાં વ્યવહાર
Department of Energy paper scam : વચેટિયાઓના નામ ખુલ્યાં, આંગડિયા પેઢીમાં થયાં હતાં વ્યવહાર

By

Published : Jan 10, 2022, 6:52 PM IST

ગાંધીનગર : રાજ્યમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષા રદ થયા બાદ આમ આદમી પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ (AAP Leader Yuvrajsinh Jadeja) ઊર્જા વિભાગની છેલ્લા ત્રણ વર્ષની પરીક્ષામાં ગેરરીતિ (Department of Energy paper scam) થયા હોવાના આક્ષેપ કર્યા હતાં. જ્યારે જાન્યુઆરી માસમાં getco કંપનીની પરીક્ષા બાબતે પણ રૂપિયા આપીને ભરતી કરાયા હોવાના આક્ષેપ કર્યા હતાં. આજે યુવરાજસિંહ જાડેજાએ ગાંધીનગરમાં પત્રકાર પરિષદ કરીને પિનાકીન નામના ભાઈ કે જેવો વચેટિયા (Names of the intermediaries in paper scam) તરીકેની ફરજ બજાવે છે અને તેઓ પૈસાનો વ્યવહાર કરીને નોકરી આપતા હોવાનો આક્ષેપ કર્યા હતાં. જ્યારે આ સમગ્ર તપાસમાં સીબીઆઇ અને હાઇકોર્ટના જજ દ્વારા તપાસ થાય તેવી પણ માંગ યુવરાજસિંહ જાડેજાએ કરી છે.

યુવરાજસિંહ જાડેજાએ ઊર્જાવિભાગ ભરતીમાં ગેરરીતિના પુરાવા આપ્યાં

પુરાવા સાથે કર્યા આક્ષેપ

યુવરાજસિંહ જાડેજાએ (AAP Leader Yuvrajsinh Jadeja) પુરાવા સાથે પત્રકાર પરિષદ કરીને આક્ષેપ કર્યા હતાં કે પિનાકીનભાઈ (Names of the intermediaries in paper scam)કે જેઓ ઇચ્છુક ઉમેદવારો પાસેથી પૈસા ઉઘરાવીને તેઓને નોકરી અપાવતા હતાં. જેમાં પરિવારવાદ સગાવાદ ઓળખાણ ચાલતા હોવાના પુરાવા સાથે ઊર્જા વિભાગની પરીક્ષા કે જે કોમ્પ્યુટરથી ઓનલાઈન લેવામાં આવે છે તેમાં પણ સેટિંગ હોય છે અને જ્યાં સેટિંગ થાય છે ત્યાં જ પરીક્ષા આપવા માટે ઉમેદવારોને મોકલવામાં આવતા હોવાના આક્ષેપ પણ કર્યા હતાં. આ સાથે યુવરાજસિંહ જાડેજાએ ઓડિયો રેકોર્ડિંગ અને whatsapp ના સ્ક્રીનશોટ પણ જાહેર કર્યા હતાં.

દિલીપ પટેલનું ઊર્જા વિભાગના અધિકારીઓ સાથે સીધું સેટિંગ

યુવરાજસિંહ જાડેજા (AAP Leader Yuvrajsinh Jadeja) પત્રકાર પરિષદ દરમિયાન વધુમાં આક્ષેપ કર્યા હતાં કે દિલીપ પટેલ (Names of the intermediaries in paper scam) પણ આ કૌભાંડમાં સામેલ છે જેનું ઊર્જા વિભાગના (Department of Energy paper scam) અધિકારીઓ સાથે સીધી ઓળખાણ અને સેટિંગ છે. એમજીવીસીએલ અને જીયુવીએનએલના ઉચ્ચ અધિકારીઓ સાથે સીધું સેટિંગ હોવાના આક્ષેપો પણ યુવરાજસિંહ જાડેજા કર્યા હતાં. જ્યારે એમડી અને એક્ઝિક્યુટિવ લેવલના અધિકારીઓ પણ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા હોવાની આશંકા પણ યુવરાજસિંહ જાડેજાએ વ્યક્ત કરી હતી. આ ઉપરાંત યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે હજુ પણ તેમની પાસે વધારાના નામ આવ્યાં છે પરંતુ તે અંગે હજુ વેરિફાઈ ચાલી રહ્યું છે ત્યારે આવનારા સમયમાં પણ તેવા નામ પણ જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃDepartment of Energy Online Paper Leak: પરીક્ષા પાસ કરાવવા 22 લાખની લાંચ લેવાઇ હોવાનો યુવરાજસિંહ જાડેજાનો આક્ષેપ

કોમ્પ્યુટરમાં પણ ચિપ લગાવીને સેટિંગ

જાડેજાએ કોમ્પ્યુટર પરીક્ષા અંગે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે કોમ્પ્યુટરની પરીક્ષામાં પણ ખાસ સેટિંગ કરવામાં આવે છે. જેમાં ઉમેદવારોને 36 ફોર્મ ભરાવવામાં આવે છે અને જે તે જગ્યાએ તેમનો નંબર આવે અને કોમ્પ્યુટરનું સેટિંગ ન હોય તો તેઓને પરીક્ષામાં મોકલવામાં આવતા નથી. પરંતુ જે જગ્યાએ સેટિંગ હોય અને તેવી જગ્યાએ એમનો નંબર આવે તો તેમને તાત્કાલિક ધોરણે પરીક્ષા કેન્દ્રો ખાતે મોકલી આપવામાં આવે છે. જેમાં cheap થી આખું કોમ્પ્યુટર હેક કરીને પરીક્ષા આપવામાં આવે છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ અગાઉથી જ્યાં પરીક્ષા લેવાની હતી ત્યાં પણ આટાંફેરા કરતાં દેખાતા હોવાના આક્ષેપ પણ યુવરાજસિંહ જાડેજાએ (AAP Leader Yuvrajsinh Jadeja) કર્યા હતાં.

આ પણ વાંચોઃDepartment of Energy paper scam: કથિત મુખ્ય સૂત્રધારે પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્યો ખુલાસો

મુલાકાત દિને ગૃહપ્રધાનને કરવામાં આવશે ફરિયાદ

ઊર્જા વિભાગ (Department of Energy paper scam) બાબતે યુવરાજસિંહ જાડેજાએ (AAP Leader Yuvrajsinh Jadeja)વધુમાં જણાવ્યું હતું કે મુલાકાત એટલે કે મંગળવારના દિવસે રાજ્યકક્ષાના ગૃહપ્રધાનને આ બાબતે ખાસ કરીને તેમને સમગ્ર કૌભાંડ વિશે જાણકારી આપવામાં આવશે જ્યારે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પણ પોલીસે તપાસમાં ઢીલ મૂકી છે તે બાબતે પણ સ્પષ્ટતા કરવામાં આવશે. જ્યારે હજુ પણ આગામી સમયમાં ગૌણ સેવા મંડળમાં કોઈ પણ પ્રકારનો નિર્ણય નહીં આવે તો અસિત વોરાના રાજીનામાંની પણ માગ કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details