ગાંધીનગર : ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળનું પેપર પરીક્ષાના બે દિવસ અગાઉ જ લીક થયું હતું અને સરકારે લીક કરનારા તમામ અસામાજિક તત્વો ઉપર પોલીસ કેસ કરીને કાયદેસરની તપાસ હાથ ધરી છે અને પેપર પણ રદ કર્યું છે. ત્યારે ગૌણ સેવા પસંદગી મંડળનો પેપર ઘટસ્ફોટ કરનાર યુવરાજસિંહે બીજો એક ઘટસ્ફોટ કર્યો છે. ઊર્જા વિભાગના જેટકો કંપનીની online પરીક્ષામાં (Department of Energy Online Exams 2022) પણ 22 લાખ રૂપિયા આપીને સેટિંગ થતાં હોવાના આક્ષેપ (Department of Energy Online Paper Leak 2022) કર્યા છે. જે આક્ષેપો (Yuvrajsinh Jadeja Allegations) અને સરકારી તરત જ ધ્યાનમાં લઈને તપાસ કમિટીની રચના કરીને તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે.
ઊર્જા વિભાગની ઓનલાઈન પરીક્ષામાં સેટિંગ
યુવરાજસિંહ જાડેજા (Yuvrajsinh Jadeja Allegations) ઊર્જા વિભાગની જાહેર પરીક્ષા ઉપર આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ugvcl પીજીવીસીએલ જેવી સરકારી કંપનીઓમાં સરકારી નોકરી માટે પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે જે ઓનલાઇન (Department of Energy Online Exams 2022) યોજવામાં આવે છે. ઓનલાઇન પરીક્ષામાં સીધી રીતે પાસ થવા માટે 22 લાખ રૂપિયાનો ભાવ (Department of Energy Online Paper Leak 2022) ચાલે છે. જેમાં અડધા પૈસા પરીક્ષા પહેલાં અને અડધા નોકરી મળ્યા બાદ પૂર્ણ કરવાના હોય છે. ત્યારે આ ઓનલાઇન પરીક્ષામાં કંટ્રોલ રૂમમાંથી અન્ય વ્યક્તિ દ્વારા જે તે પરીક્ષાર્થીને પેપરના જવાબ આપવામાં આવે છે. જ્યારે ઉમેદવાર ફક્ત શોભાના ગાંઠિયાની જેમ પરીક્ષા કેન્દ્ર ખાતે હાજર હોય છે પરંતુ તેના પ્રશ્નોના જવાબ અન્ય કોઈ વ્યક્તિ દ્વારા કંટ્રોલ રૂમમાંથી આપવામાં આવે છે.
એક જ ગામના 18 લોકોને મળી સરકારી નોકરી
યુવરાજસિંહ જાડેજાએ વધુમાં આક્ષેપ (Yuvrajsinh Jadeja Allegations) કર્યો હતો કે અરવલ્લીના કોયલા ગામ ખાતે કુલ 15 થી 18 લોકોને એક જગ્યા ઉપર નોકરી પ્રાપ્ત થઈ છે. જ્યારે તેમાં એક પતિપત્નીનો પણ સમાવેશ થાય છે. આમ ભૂતકાળમાં જે રીતે બનાસકાંઠા હેડ કલાર્ક પરીક્ષાનું એપીસેન્ટર હતું ત્યારે ઊર્જા વિભાગની ભરતીનું એપીસેન્ટર અરવલ્લી, બાયડ અને ધનસુરા હોવાના આક્ષેપ (Department of Energy Online Paper Leak 2022) પણ યુવરાજસિંહ જાડેજાએ કર્યા હતાં. આ ઉપરાંત આજે 4 તારીખે બપોરે 12:00 અરવલ્લીમાં એક પરીક્ષા (Department of Energy Online Exams 2022) યોજાઈ રહી છે જે બાબતે યુવરાજસિંહ જાડેજાએ ગાડીનો નંબર પણ જાહેર કર્યો હતો. આ ઉપરાંત જે લોકો અત્યારે સેટિંગથી પરીક્ષા આપી રહ્યા છે તે લોકોના નામ પણ જાહેર કર્યા હતાં.