ગાંધીનગર : રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો આજે જન્મદિવસ છે, ત્યારે નીતિન પટેલે પોતાના વિધાનસભા વિસ્તારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ આડકતરી રીતે ટીકીટની દાવેદારી નોંધાવી હોય તેવું લાગી રહ્યું છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને રાજ્યકક્ષાના ઉદ્યોગપ્રધાન વિશ્વકર્માની હાજરીમાં નીતિન પટેલે મહેસાણામાં શક્તિ પ્રદર્શન યોજ્યું હતું. જ્યારે જન્મ દિવસ નિમિતે સામાજિક કાર્ય સહિત રક્તદાન કેમ્પનું (Nitin Patel Birthday Program) પણ આયોજન કર્યુ હતું. નિતીન પટેલ 66 વર્ષના થયાં છે.
હજારો લોકો જોડાયા રેલીમાં - રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન અને ભાજપના ધારાસભ્ય નીતિન પટેલે આજે પોતાના જન્મદિવસ નિમિત્તે મહેસાણામાં પોતાના મત વિસ્તારમાં (Rally in Mehsana) મહારેલીનું આયોજન કર્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં યુવાનો જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીઓને હજુ છ મહિનાની વાર છે, ત્યારે તે પહેલાં જ નીતિન પટેલે પોતાના મતવિસ્તારમાં શક્તિ પ્રદર્શન કરીને ટિકિટની ફરીથી દાવેદારી નોંધાવી છે. મળતી માહિતી મુજબ આ વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલને ટિકિટ નહીં મળે તેવી પણ શક્યતા જે ત્યારે આગોતરા આયોજન રૂપે નીતિન પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે વિધાનસભા વિસ્તારમાં મહા રેલી યોજીને એક શક્તિ પ્રદર્શન કર્યું હતું.
આ પણ વાંચો :હાર્દિકના ભાજપ આગમન અંગે નીતિન પટેલ નારાજ કે ખુશ, તેઓ શું બોલી ગયાં?