- સામાજિક આગેવાન અને વિદ્યાર્થીઓએ આપ્યું આવેદન
- રેગ્યુલર વિદ્યાર્થીઓની જેમ રીપીટરને માસ પ્રમોશન આપવા માગ
- રીપીટર વિદ્યાર્થીઓમાં નારાજગી જોવા મળી
ગાંધીનગર : કોરોનાને કારણે બોર્ડના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જ આપવામાં આવ્યું છે. ત્યારે રીપીટર વિદ્યાર્થીઓને પણ તેનો લાભ આપવામાં આવે તે હેતુથી વિદ્યાર્થીઓ દ્વારા સરકાર તેમજ ઉચ્ચ અધિકારીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ પગારમાં ઘટાડાને કારણે સુરતના રત્નકલાકારો આર્થિક રીતે પાયમાલ
લખ્યું રીપીટર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે
સામાજિક કાર્યકર્તા અને વિદ્યાર્થી નેતા સુરેશભાઈએ જિલ્લા કલેકટરને આવેદનપત્રમાં આપ્યું હતું. જેમાં તેમણેે ઉલ્લેખ કર્યો હતો કે રીપીટર વિદ્યાર્થીઓને માનસિક ત્રાસ આપવામાં આવી રહ્યો છે તેમને પણ માસ પ્રમોશન આપવું જોઈતું હતું. તેઓ પણ આગળ ધોરણ 10 પછી ધોરણ 11માં પ્રવેશ મેળવી શકે અને તેમને પણ કોરોના જેવી પરિસ્થિતિમાં માનસિક શાંતિનો અહેસાસ થયો હોત. એક બાજુ ગત વર્ષે રીપીટર વિદ્યાર્થીઓએ પણ કોરોના કાળમાં પરીક્ષા આપી હતી. જેમાં ઘણા એવા પણ વિદ્યાર્થીઓ હતા કે જેઓ કોરોનાને કારણે પરીક્ષા કેન્દ્ર સુધી આવ્યાં નહોતાં. જેથી આ વર્ષે પણ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવે.
બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ મળે માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું - માસ પ્રમોશન
બોર્ડની પરીક્ષામાં રેગ્યુલર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાના સરકારના નિર્ણયને આવકારીને રીપીટર વિદ્યાર્થીઓને પણ આ યોજનાનો લાભ આપવા માટે ગાંધીનગર કલેકટર કચેરી ખાતે સામાજિક આગેવાન અને વિદ્યાર્થી નેતા સુરેશ ચૌધરી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
બોર્ડના રીપીટર વિદ્યાર્થીઓને પણ માસ પ્રમોશનનો લાભ મળે માટે કલેક્ટરને આવેદનપત્ર અપાયું