- કલમ 188 મુજબ લોકડાઉનમાં નોંધવામાં આવેલી ફરિયાદો રદ્દ કરવામાં આવે: કિરીટ પટેલ
- ફોજદારી કાર્યરીતિ સુધારા બિલ વિધાનસભામાં કરવામાં આવ્યું પસાર
- વેટ અને પ્રોફેશનલ ટેક્સને GSTમાં લાવવા માટે વિધાનસભામાં બિલ પાસ
ગાંધીનગર: ચૌદમી ગુજરાત વિધાનસભાના સત્રમાં બુધવારે કુલ 8 બિલ પાસ કરવામાં આવ્યા હતા. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે ગુજરાત વિનિયોગ બિલ, ગુજરાત વિનિયોગ વધારાના ખર્ચ બિલ, ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા સુધારા બિલ, ગુજરાત વ્યવસાયિક તબીબી શૈક્ષણિક કોલેજો અને સંસ્થાઓ બાબત સુધારા બિલ અને ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ ફોજદારી કાર્યરીતિ સુધારા બિલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ, ગુજરાત ખાનગી યુનિવર્સિટી સુધારા બિલ, રાજ્યકક્ષાના પંચાયત પ્રધાન જયદ્રથસિંહ પરમારે ગુજરાત પંચાયત સુધારા બિલ રજૂ કર્યું હતું.
તમામ ટેક્સની જવાબદારી સ્થાનિક તંત્ર પાસે
રાજ્યમાં અત્યાર સુધી વેટનો કાયદો GST અંતર્ગત આવતો ન હતો. જેને લઈને બુધવારે વિધાનસભામાં ગુજરાત રાજ્ય વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર વેરા સુધારા બિલ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રજૂ કર્યું હતું. આ બિલને વિધાનસભામાં સર્વાનુમતે પાસ કરવામાં આવ્યું હતું. બિલ અંતર્ગત વેટમાંથી GSTમાં ગયેલા તમામ વેપારીઓ પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે. તે ટેક્સ રાજ્ય સરકાર હસ્તક રહેશે. તમામ વેપારીઓને નોકરિયાતો પાસેથી વસૂલવામાં આવતો ટેક્સ હવેથી જે તે વિસ્તારની મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને પંચાયત હસ્તક રહેશે.
વિધાનસભાના અન્ય સમાચાર:
6 હજારથી ઓછી આવક ધરાવતા લોકો પાસેથી ટેક્સ નહીં