ગુજરાત

gujarat

ETV Bharat / city

court reserved judgment: ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 'આપ'ના કાર્યકરોને પ્રવેશવા પર પ્રતિબંધની કરાઈ માગ - ગૌણ સેવા પસંદગી મંડળ

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ(Secondary Service Selection Board)નું હેડક્લાર્કનું પેપર(Headclark paper leaks) થોડાક દિવસ પહેલા વાયરલ થયું હતું, તેને ધ્યાનમાં લઈને આમ આદમી પાર્ટી(Aam Adami Party) દ્વારા સચિવાલયનો ઘેરાવો કરીને વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ અચાનક જ તેઓ ભાજપ હેડક્વાર્ટર કમલમ ખાતે પહોંચીને વિરોધ દર્શાવ્યો હતો. ભાજપ પ્રદેશ કાર્યાલયમાં પ્રવેશ કરીને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના અધ્યક્ષના રાજીનામાની માંગ કરી હતી, ત્યારબાદ ગેરકાયદેસર પ્રવેશ અને છેડતીના કેસમાં 92 જેટલાં કાર્યકરો ઉપર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જે બાબતે ગાંધીનગર કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં તમામ દલીલો પૂર્ણ થયા બાદ ગાંધીનગર કોર્ટ દ્વારા ચુકાદો અનામત રાખવામાં આવ્યો છે.

ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 'આપ'ના કાર્યકરોને પ્રવેશવા પર પ્રતિબંધની કરાઈ માગ
ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં 'આપ'ના કાર્યકરોને પ્રવેશવા પર પ્રતિબંધની કરાઈ માગ

By

Published : Dec 29, 2021, 4:47 PM IST

ગાંધીનગર: આમ આદમી પાર્ટીના વકીલો દ્વારા કોર્ટમાં ખાસ રજૂઆત કરવામાં આવી હતી, જેમાં પેપર લીક(Headclark paper leaks) મામલે આપના નેતાઓ અને કાર્યકર્તાઓ કમલમ ખાતે રજૂઆત કરવા માટે ગયા હતા. સરકારી વકીલ દ્વારા આમ આદમી પાર્ટીના વકીલની દલીલ બાદ કોર્ટમાં દલીલ કરવામાં આવી હતી કે, ફરિયાદમાં બતાવવામાં આવેલા વ્યક્તિઓ સામે ગંભીર પ્રકારનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં છેડતીની પણ ફરિયાદ છે. આ ઉપરાંત જે દિવસે આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા ત્યારે કોર્ટ પરિસરમાં જ આરોપીઓ દ્વારા નારેબાજી કરીને કોર્ટનું અપમાન કર્યું હોવાનું દલીલ પણ કરી હતી.

વાઈબ્રન્ટ સમિટમાં કરી શકે છે વિરોધ

સરકારી વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, રાજ્ય સરકાર દ્વારા જાન્યુઆરીમાં 10,11 અને 12 તારીખે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આવનારા સમયમાં વાઇબ્રન્ટ ગુજરાત(Gujarat Vibrant Summit 2022) નું આયોજન થઈ રહ્યું છે અને જો આરોપીઓને જામીન આપવામાં આવે તો તેઓ ફરીથી વિરોધ પ્રદર્શન કરે તો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ઊભી થઈ શકે છે, જેથી આરોપીઓને જામીન આપવા ન જોઈએ તેવી પણ માંગ સરકારી વકીલ દ્વારા કરવામાં આવી હતી.

GMC વિસ્તારમાં પ્રતિબંધ

આમ આદમી પાર્ટીના 64 જેટલા કાર્યકર્તાઓને જામીન ન મળે તે માટે કોર્ટમાં એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, જો કે જામીન આપે તો ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં આ તમામ લોકો ઉપર પ્રતિબંધ કરવામાં આવે જેથી તેઓ ગાંધીનગર કોર્પોરેશન વિસ્તારમાં પ્રવેશ ન કરી શકે તેવી દલીને અને શરતો પર કોર્ટ જમીન આપે તેવી માંગ કરવામાં આવી હતી. આજે કોર્ટમાં તમામ દલીલો પૂર્ણ કરવામાં આવી છે અને હવે સમગ્ર ચુકાદો ગાંધીનગર કોર્ટ દ્વારા અનામત રાખવામાં આવ્યો છે જેમાં સેશન કોર્ટ આવતીકાલે જામીન અરજી અંગે અંતિમ ચુકાદો આપશે.

92 માંથી 28 મહિલાઓને આપવામાં આવ્યા છે જામીન

ગાંધીનગર પોલીસ દ્વારા કુલ ૯૨ જેટલાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા ઉપર પોલીસ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ૨૮ મહિલાઓનો સમાવેશ થાય છે. આ 28 તમામ મહિલાઓને ગાંધીનગર સેશન કોર્ટ દ્વારા જામીન આપી દેવામાં આવ્યાં છે, જ્યારે બાકી રહેલા કાર્યકર્તાઓને અત્યારે અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલમાં રાખવામાં આવ્યા છે, ત્યારે આ તમામ બાકી રહેલા કાર્યકર્તાઓની જામીન અરજીનો ઓર્ડર 30 ડિસેમ્બરના રોજ કરવામાં આવશે.

આ પણ વાંચો : Bail Granted To AAP Women Protesters : 28 મહિલાઓના કોર્ટમાં જામીન મંજૂર, 62 કાર્યકરો માટે જામીન અરજી મૂકાઈ

આ પણ વાંચો : Arvind Kejriwal visit to Gujarat ? પેપર લીક કૌભાંડનો વિરોધ નોંધાવવા આવે તેવી શક્યતા, AAP પ્રભારીના ઉપવાસ પહેલાં અટકાયત

ABOUT THE AUTHOR

...view details