ગાંધીનગર ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 પહેલા કેન્દ્ર સરકારે દ્વારા ગુજરાતના પાટનગર ગાંધીનગર અને આર્થિક પાટનગર અમદાવાદમાં ડિફેન્સ એક્સપો 2022નું ( PM Modi in Gandhinagar ) આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ડિફેન્સ એક્સપો 18 થી 22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગર અમદાવાદ અને પોરબંદર ખાતે ( DefExpo 2022 ) યોજવામાં આવશે. ત્યારે આજે ડિફેન્સ એક્સપોની માહિતી (DefenceExpo Curtain raiser in Gandhinagar ) આપતા કેન્દ્રીય સરક્ષણ પ્રધાન રાજનાથસિંહે નિવેદન (Rajnath Singh on Atam Nirbhar Bharat ) આપ્યું હતું કે ભારત દેશ હવે તબક્કાવાર ડિફેન્સમાં ઉપયોગમાં આવતી વસ્તુઓને આયાત કરવાનું બંધ કરશે અને મેડ ઇન ઇન્ડિયાના લોગો સાથે ડિફેન્સ સેકટરમાં આગળ વધશે, ડિફેન્સ એક્સપો 2022 PATH TO PRIDE ના સૂત્ર મુજબ યોજાશે.
5 દિવસનો ડિફેન્સ એક્સપો ડિફેન્સ એક્સપો ( DefExpo 2022 )ની માહિતી આપતા સંરક્ષણપ્રધાન રાજનાથસિંહ તથા ડિફેન્સ સેક્રેટરી જય કુમારે જણાવ્યું હતું કે પાંચ દિવસ ડિફેન્સ એક્સપોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ ત્રણ દિવસ એ બિઝનેસ માટેનો એક્સ્પો રહેશે અને ત્યારબાદ બે દિવસ માટે આ એક્સ્પો જાહેર જનતા માટે ખુલ્લું રાખવામાં આવશે. આ એક્સ્પોમાં 75 જેટલા દેશે 33 ફોરેન મિનિસ્ટર અને 1300 થી વધુ કંપનીઓ ગુજરાતમાં આવી રહી છે અને ડિફેન્સ એક્સપોમાં ભાગ લેશે. આ ઉપરાંત સમગ્ર દેશમાં ડિફેન્સ એક્સપો અંતર્ગત 10 જેટલા રાજ્યો પણ ભાગ લઈ રહ્યા છે. જેથી અલગ અલગ રાજ્યો પોતાના રાજ્યમાં ડિફેન્સને લગતા ઇન્વેસ્ટમેન્ટને આકર્ષિત કરી શકે.
પીએમ મોદી કરશે ઉદ્ઘાટન 19 ઓક્ટોબરના રોજ સવારે 10 કલાકે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિફેન્સ એક્સપો 2022નું ( PM Modi in Gandhinagar ) સત્તાવાર ઉદ્ઘાટન કરશે. આ ઉદઘાટન કાર્યક્રમમાં કેન્દ્રીય સરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ સહિત અનેક દેશોના સંરક્ષણ પ્રધાનો પણ હાજર રહેશે. સાથે જ ડિફેન્સ સાથે સંકળાયેલી ખાનગી કંપનીઓ અને જાહેર સાહસો પણ ઉદ્ઘાટન પ્રસંગે હાજર રહેશે. જ્યારે આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન કુલ 21 જેટલા સેમીનાર કરવામાં આવશે અને દેશમાં તથા રાજ્યમાં વધુમાં વધુ ઇન્વેસ્ટમેન્ટ આવે તે રીતની કામગીરી પણ કરવામાં આવશે.