ગાંધીનગર :કોરોના સંક્રમણ ધ્યાનમાં લઇને રાજ્ય સરકાર દ્વારા vibrant summit 2022 કે જે 10, 11 અને 12 જાન્યુઆરીના રોજ યોજવાનું આયોજન કર્યું હતું. પરંતુ કોરોના કેસીસમાં વધારો થયો હતો ત્યારે રાજ્ય સરકારે vibrant summit 2022 નો કાર્યક્રમ મોકૂફ રાખ્યો હતો. ત્યારે હવે માર્ચ મહિનામાં ગાંધીનગરમાં defence expo નું કેન્દ્ર સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi will inaugurate Defense Expo) ડિફેન્સ એકપોના ઉદ્ઘાટન પ્રસંગમાં હાજરી (Defence Expo in Gandhinagar) આપશે.
10 માર્ચે શરૂ થશે ડિફેન્સ એક્સપો
કેન્દ્ર સરકારના સંરક્ષણ વિભાગ દ્વારા આ વખતે ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022 નું આયોજન (Defence Expo in Gandhinagar) કરવામાં આવ્યું છે જેમાં 10 માર્ચના રોજ ગાંધીનગરના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે આ એક સમયનું આયોજન કરવામાં આવ્યું છે. જેની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 માર્ચના રોજ સાંજે અમદાવાદ ખાતે આવી જશે અને 10 માર્ચના રોજ ડિફેન્સ એક્સપો 2022 નું ઉદઘાટન કરાવશે. મહત્વની વાત કરવામાં આવે તો આ એક્સપો 10 થી 13 માર્ચ સુધી કાર્યરત રહેશે.
100થી વધુ દેશો લેશે ભાગ
ગુજરાતમાં વિદ્યાનગર ડિફેન્સ એક્સપોમાં ત્રણ દિવસના ડિફેન્સ 101 સમયમાં સૌથી વધુ દેશો ભાગ લે તેવી પણ શક્યતાઓ સેવાઇ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી PM Modi will inaugurate Defense Expo બે દિવસ ગુજરાતમાં રોકાશે અને defence expo ના કાર્યક્રમમાં હાજરી આપશે. મહત્વની વાત કરવામાં આવે તો ભારત સરકારના સંરક્ષણ મંત્રાલય દ્વારા દર બે વર્ષે યોજાતા defence expo 2022માં બારમાં સંસ્કરણના યજમાન તરીકે ગુજરાત પર (Defence Expo in Gandhinagar) પસંદગી ઉતારવામાં આવી છે. આમ આ એક્સપોથી રાજ્યમાં ડિફેન્સ ઇક્વિપમેન્ટ પ્રોડક્શન અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરને નવી દિશાઓ પ્રાપ્ત થશે. આ એક્સપોમાં આર્મી, નેવી અને એરફોર્સના આધુનિક હથિયારોનું પ્રદર્શન પણ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Gujarat Vibrant Summit 2022 canceled: વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ યોજી રદ્દ કરવા પાછળનું જણાવ્યું કારણ