ગુજરાત

gujarat

ETV Bharat / city

હજુ અનેક કર્મચારીઓ વેઇટિંગમાં: સરકારી કર્મચારીઓ માટે 560 ક્વાર્ટસનું લોકાર્પણ

ગુજરાત સરકાર દ્વારા "મુખ્યમંત્રી આવાસ યોજના", "પ્રધાનમંત્રી આવાસ યોજના" અને સરકારી કર્મચારીઓની આવાસ યોજનાના નામ શહીદોના નામ અથવા તો ભારત દેશને આઝાદી અપાવનારના નામે આવાસનું નામકરણ કરવામાં આવી રહ્યું છે, આ બાબતે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "દેશની આઝાદીમાં જે લોકોએ વધુ મહત્વ આપ્યું છે અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોના નામે ગુજરાત સરકાર આવાસોનું નામકરણ કરી રહી છે."

સરકારી કર્મચારીઓ માટે 560 ક્વાર્ટસનું લોકાર્પણ
સરકારી કર્મચારીઓ માટે 560 ક્વાર્ટસનું લોકાર્પણ

By

Published : Nov 2, 2021, 1:28 PM IST

  • મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે સરકારી કર્મચારીઓના આવાસનું કર્યું લોકાર્પણ
  • 560 જેટલા આવસનું કર્યું લોકાર્પણ
  • રાજ્યમાં હજુ અનેક કર્મચારીઓ વેઇટિંગ લિસ્ટમાં
  • શહીદોના નામે આવસોનું નામકરણ
  • છેલ્લા કેટલાય વર્ષોથીં વેટિંગમાં કર્મચારીઓ

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓને આવાસ યોજના આપવામાં આવતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા આજે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે સેક્ટર6માં સરકારી કર્મચારીઓ માટેના આવાસનું લોકાર્પણ કર્યું હતું. આ બાબતે માર્ગ અને મકાન કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારના અનેક કર્મચારીઓ વેઇટિંગમાં છે, ત્યારે આજે 580 જેટલા સરકારી કર્મચારીઓના આવાસનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.

સરકારી કર્મચારીઓ માટે 560 ક્વાર્ટસનું લોકાર્પણ

શહીદોના નામે આવસોનું નામકરણ

ગુજરાત સરકાર દ્વારા "મુખ્યમંત્રી આવાસ યોજના", "પ્રધાનમંત્રી આવાસ યોજના" અને સરકારી કર્મચારીઓની આવાસ યોજનાના નામ શહીદોના નામ અથવા તો ભારત દેશને આઝાદી અપાવનારના નામે આવાસનું નામકરણ કરવામાં આવી રહ્યું છે, આ બાબતે કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "દેશની આઝાદીમાં જે લોકોએ વધુ મહત્વ આપ્યું છે અને પોતાના પ્રાણનું બલિદાન આપ્યું છે તેવા શહીદોના નામે ગુજરાત સરકાર આવાસોનું નામકરણ કરી રહી છે."

હજુ 1456 આવાસોનું કામ પ્રગતિ હેઠળ

વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે હજુ પણ ૫૪ જેટલા આવાસોનું કામ પ્રગતિ હેઠળ છે, કુલ રૂપીયા 365 કરોડના ખર્ચે આ 1550 લાખ આવાસો તૈયાર કરવામાં આવશે, જ્યારે રાજ્યમાં સરકારી કર્મચારીઓની લિસ્ટ પણ ખૂબ વધુ છે ત્યારે આ વેઇટિંગ વિધાનસભાની ચૂંટણી પહેલાં વધુમાં વધુ અને વહેલી તકે ઓછું થઇ શકે તે બાબતે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

કેવા પ્રકારના મકાનો ફાળવવામાં આવ્યા

પુર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારના માર્ગ મકાન વિભાગ દ્વારા નિર્માણ પામેલ આ પ્રકારનાા ૨૮૦ અને c280 આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. અત્યારે આવાસના લોકાર્પણ દરમિયાન એક દીકરીએ કુંભ ઘડો મુકીને ધનતેરસના દિવસે ગૃહ પ્રવેશ કર્યો હતો. આવાસ સહિતની સુવિધાઓની વાત કરવામાં આવે તો વિટ્રિફાઇડ, ટાઇલ્સ, ફર્નિચર, સીએનજી ગેસ પાઇપલાઇન, લાઈટ કનેક્શન, ફાયર સેફ્ટીની સુવિધા, ચિલ્ડ્રન પ્લે એરિયા ગાર્ડન, પાર્કિંગ સિક્યુરિટી કેબિન જેવી સવલતો પણ પૂરી પાડવામાં આવી છે."

હવે મકાન બનાવાની સિસ્ટમ બદલવી પડશે

કેબિનેટ પ્રધાન પૂર્ણેશ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, "જે રીતે હવે રાજ્ય સરકાર દ્વારા આવાસો તૈયાર કરવામાં આવી રહ્યા છે, આવનારા સમયમાં આ તમામ સિસ્ટમ બદલવામાં આવશે. વધુમાં વધુ પરિવારો આમાં જોડાઈ શકે તેવા આવાસો તૈયાર કરવામાં આવશે. જેનાથી રાજ્ય સરકારમાં જે સરકારી કર્મચારીઓ વેઇટિંગ લિસ્ટમાં છે તેઓને પણ તાત્કાલિક ધોરણે મકાન પ્રાપ્ત થઈ શકે."

ABOUT THE AUTHOR

...view details