- ઓનલાઇન રજીસ્ટ્રેશનના સ્લોટ જ ઘટ્યા
- રોજ સ્લોટ બીજા દિવસે ભરાઈ જાય છે આજે ખાલી હતા
- વેક્સિન સેન્ટરોમાં ભીડ ઘટી ગઈ
ગાંધીનગર : કોરોનાના કેસ ઘટતા વેક્સિન લેવા માટેની પ્રક્રિયા પણ મંદ પડી છે. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા સેન્ટરોમાં 18થી 45 વર્ષ સુધીની વ્યક્તિઓ માટે વેક્સિનના સ્લોટ ખાલી પડી રહ્યા છે. કોરોનાની બીજી લહેરમાં સ્લોટ એક પણ ખાલી રહેતો નહોતો, વેક્સિન લેવામાં પડાપડી જોવા મળતી હતી. વેક્સિનના સ્લોટ ના મળતા કેટલાક યુવાનોમાં નારાજગી પણ જોવા મળતી હતી, પરંતુ અત્યારે સ્લોટ જ ખાલી છે.
આ પણ વાંચોઃબનાસકાંઠામાં 18 વર્ષથી ઉપરના લોકોનું રસીકરણ શરૂ, રોજના 6 હજાર લોકોને અપાય છે વેક્સિન
સ્લોટ બુકીંગ કરાવનારને બીજા દિવસે જ વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ મળે છે
18થી 45 વયની ઉંમરના યુવાનો માટે વેક્સિનના 20 જેટલા સેન્ટરો મનપા વિસ્તારમાં ચાલી રહ્યા છે. પરંતુ અત્યારે કોઈ સેન્ટર પર લાઈનો જોવા મળી નથી. હાલ વેક્સિન લેવા માટે વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. સ્લોટ બુકીંગ કરાવનારને બીજા દિવસે વેક્સિન માટે એપોઈન્ટમેન્ટ મળે છે. પરંતુ હાલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના ઘણા વેક્સિન સેન્ટરો પર વેક્સિનના સ્લોટ ખાલી રહેતાં રજિસ્ટ્રેશનના દિવસે જ વેક્સિન મળી રહી છે. જેથી જેને પણ વેક્સિન ઝડપી લેવી હશે, તેમને સ્લોટ ખુલ્લા રહેતા જલ્દીથી જ મળશે.