ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતનું 'ડોલર મંદિર' : આ રીતે વરદાયિની માતાનું મંદિર બન્યું આકર્ષણનું કેન્દ્ર, એક ક્લિક પર જૂઓ અદભૂત નજારો... - ગાંધીનગર રૂપાલ પલ્લી

ગાંધીનગરમાં સુપ્રસિદ્ધ વરદાયિની મંદિરમાં માતાજીને (Decoration in Vardayini Temple) એક સાથે 1,500 ડોલરનો શણગાર કરવામાં (Dollar decoration to Vardayini Mataji) આવ્યો હતો. અમેરિકામાં રહેતા એક માઈભક્તે આ ડોલર મંદિરમાં (American Devotee donates Dollar to temple) મોકલ્યા હતા.

Decoration in Vardayini Temple: વરદાયિની માતાજીને એક સાથે 1,500 ડોલરનો કરાયો શણગાર
Decoration in Vardayini Temple: વરદાયિની માતાજીને એક સાથે 1,500 ડોલરનો કરાયો શણગાર

By

Published : Feb 17, 2022, 9:07 AM IST

Updated : Feb 17, 2022, 1:33 PM IST

ગાંધીનગરઃ સમગ્ર વિશ્વમાં ગાંધીનગરના રૂપાલ ગામમાં (Gandhinagar Rupal Palli) વરદાયિની માતાનું સુપ્રસિદ્ધ મંદિર આવેલું છે. નવરાત્રિની નોમના દિવસે અહીં પલ્લી ભરાય છે અને આખું ગામ ભક્તિમાં ડૂબી જાય છે. ત્યારે આજે અમેરિકામાં રહેતા (Decoration in Vardayini Temple) એક માઈભક્તે 1,500 ડોલર મંદિરમાં મોકલ્યા (Dollar decoration to Vardayini Mataji) હતા. ત્યારે મંદિરના ટ્રસ્ટીઓ અને દેખરેખકર્તાઓએ વરદાયિની માતાજીને ડોલરનો (American Devotee donates Dollar to temple) શણગાર કર્યો હતો.

અમેરિકાના ભક્તે મોકલ્યા ડોલર

આ પણ વાંચો-Uttarayan 2022 Gujarat: રાજકોટના સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને પતંગનો અનોખો શૃંગાર બન્યો આકર્ષણનું કેન્દ્ર

અમેરિકાના ભક્તે મોકલ્યા ડોલર

પૂનમના દિવસે વરદાયિની માતાને અનેક વિશેષણોથી સજાવવામાં આવે છે. ત્યારે આજે પૂનમ હોવાના કારણે માઈભક્તો (American Devotee donates Dollar to temple) દ્વારા મોકલેલા 1,500 ડોલરનો ઉપયોગ મંદિરમાં માતાજીને શણગારવામાં આવ્યા હતા. ડોલરની કિંમતની વાત કરવામાં આવે તો ભારતની કરન્સી મુજબ અઢી લાખ રૂપિયા થાય છે. મંદિરથી મળતી માહિતી પ્રમાણે, ડોલર આપનારા શ્રદ્ધાળુનું નામ પણ જાણવા મળ્યું નથી. જ્યારે આ મંદિરમાં આવતા દાનની રકમના 50 ટકા રકમ વિકાસના કામે ઉપયોગમાં લેવાય છે.

નવરાત્રિમાં યોજાય છે પલ્લી

આ પણ વાંચો-Decoration in Junagadh Swaminarayan Temple: જૂનાગઢમાં ઠાકોરજીને કરાયો લીલી વરિયાળીનો શણગાર

નવરાત્રિમાં યોજાય છે પલ્લી

આસો સુદમાં નવરાત્રિનો મહોત્સવ આવે છે અને સમગ્ર ગુજરાતમાં નવરાત્રિ રંગેચંગે ઉજવાય છે. જ્યારે સાતમ-આઠમ અને નોમના દિવસે ખેલૈયાઓ ગરબા રમવામાં મગ્ન હોય છે. ત્યારે ગાંધીનગરના રૂપાલ ગામના ભાગોળે આવેલા વરદાયિની માતાના મંદિરમાં ખાસ પલ્લીનું (Gandhinagar Rupal Palli) આયોજન કરવામાં આવે છે. નોમની રાત્રે આ યોજાય છે, જેમાં પલ્લી આખા ગામમાં ફરે છે અને લોકો મોડી રાત સુધી દર્શન કરવા પણ આવે છે. હજારો નહીં ભક્તોમાં શ્રદ્ધાળુઓ આવે છે અને આખા ગામમાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળે છે.

Last Updated : Feb 17, 2022, 1:33 PM IST

ABOUT THE AUTHOR

...view details