- રાજ્યમાં 8 વર્ષનો સૌથી ઓછો વરસાદ
- મધ્ય ગુજરાતમાં ડાંગરનો પાક બચાવવા માટે છોડાશે 6,000 ક્યુસેક પાણી
- રાજ્યમાં તમામ ડેમમાં 30થી 35 ટકા પાણીની સપાટી
ગાંધીનગર:રાજ્યના તમામ ડેમમાં 30થી 35 ટકા જેટલું પાણી અત્યારે હાજર છે. જ્યારે આ પાણીમાંથી પીવાના પાણીનો સ્ટોક અલગ કરીને બાકી વધેલા પાણીનો ઉપયોગ ખેતી અને અન્ય કામકાજમાં કરવામાં આવશે. આમ ગુજરાત રાજ્યમાં આઠ વર્ષમાં પ્રથમ વખત રાજ્યના તમામ ડેમોમાં 30થી 35 ટકા જ પાણી હોવાની ઘટના પણ સામે આવી છે. આમ, જો આગામી દિવસોમાં રાજ્યમાં આછો વરસાદ નોંધાય તો રાજ્યમાં પાણીની પરિસ્થિતિ ઉદભવી શકે છે.
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ આ પણ વાંચો- જેતપુરની ભાદર 1 ડેમમાંથી રવિ પાકના પિયત માટે પાણી છોડાયું, 47 ગામોને મળશે લાભ
ડાંગરનો પાક બચાવવા માટે કડાણા ડેમ અને નર્મદા ડેમમાં પાણી છોડવામાં આવશે
મધ્ય ગુજરાતનો મહત્ત્વનો ભાગ એવો ડાંગરના પાકને બચાવવા માટે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે જણાવ્યું હતું કે, સિંચાઈ વિભાગની વિનંતીને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે નર્મદા ડેમમાંથી ત્રણ હજાર ક્યુસેક પાણી અને કડાણાની જમણી કાંઠાની કેનાલમાં ત્રણ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે. આમ ડાંગરના પાકને બચાવવા માટે કુલ છ હજાર ક્યુસેક પાણી આવનારા બે દિવસમાં ખોલવામાં આવશે. આ પાણી માત્ર પંદર દિવસ માટે જ છોડવામાં આવશે.
આ પણ વાંચો- ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થતા સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઇ
રાજ્યમાં પાણીની અછત
નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, છેલ્લા છથી સાત વર્ષમાં પ્રથમ વખત પાણીની અછત સામે આવી રહી છે. જ્યારે રાજ્યમાં વરસાદ ઓછો થઈ રહ્યો છે અને નર્મદા તથા અન્ય ડેમમાં પણ પાણીનો જથ્થો મર્યાદિત હોવાના કારણે પીવાના પાણીની જરૂરિયાતને પહેલા રિલીઝ કરવામાં આવશે અને ત્યારબાદ ખેતી અને અન્ય ઉપયોગ માટે પાણી આપવામાં આવશે આમ રાજ્યમાં પાણીની અછત સર્જાય તેવી પરિસ્થિતિ અને આવનારા ભવિષ્યમાં દેખાશે.