- રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા કરાઈ જાહેરાત
- 3 ઓક્ટોબરના દિવસે થશે મતદાન પ્રક્રિયા
- કોવિડ પ્રોટોકોલ પ્રમાણે કરવામાં આવશે ચૂંટણી
ગાંધીનગર: સમગ્ર દેશ અને રાજ્યમાં માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં કોરોનાની બીજી લહેર ત્રાટકી હતી. જેને લઈને એપ્રિલ મહિનામાં ગુજરાતમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન અને 29 નગરપાલિકાની 45 બેઠકો પર ચૂંટણી યોજાવાની હતી. જે મોકૂફ રાખ્યા બાદ આજે સોમવારે સત્તાવાર રીતે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગાંધીનગર કોર્પોરેશન સહિત ૨૯ નગરપાલિકાની 45 બેઠકોની પેટાચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
વિગતવાર ચૂંટણી કાર્યક્રમ | |
ચૂંટણી જાહેરાતની તારીખ | 6 સપ્ટેમ્બર |
જાહેરનામું પ્રસિદ્ધ કરવાની તારીખ | 13 સપ્ટેમ્બર |
ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ | 18 સપ્ટેમ્બર |
ઉમેદવારીપત્રોની ચકાસણીની તારીખ | 20 સપ્ટેમ્બર |
ઉમેદવારી પાછી ખેંચવાની છેલ્લી તારીખ | 21 સપ્ટેમ્બર |
મતદાનની તારીખ | 3 ઓક્ટોબર |
પુનઃમતદાનની તારીખ | 4 ઓક્ટોબર |
મતગણતરીની તારીખ | 5 ઓક્ટોબર |
ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થવાની તારીખ | 8 ઓક્ટોબર |
અગાઉના ઉમેદવારીપત્રો માન્ય ગણાશે, ઉમેદવારના મૃત્યુના કિસ્સામાં જ નવો ઉમેદવાર જાહેર કરાશે
સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બહુજન સમાજ પાર્ટી, આમ આદમી પાર્ટી અને ભાજપના ઉમેદવારોનું અવસાન નિપજ્યું હતું. ત્યારે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, પ્રથમ નોટિફિકેશન પ્રમાણે જે ઉમેદવારોએ અગાઉ ઉમેદવારી નોંધાવી છે. તે યથાવત રહેશે અને જે વોર્ડમાં રાજકીય પક્ષના ઉમેદવારોનું આકસ્મિક મૃત્યુ થયું હોય તેવી ઘટનામાં જ બીજો ઉમેદવાર જાહેર કરી શકાશે.