ગાંધીનગર : રાજ્યના યુવાનોને વધુ રોજગારી પ્રાપ્ત થાય અને ભૂપેન્દ્ર પટેલની સરકાર તરફથી સત્તામાં આવી છે ત્યારથી તમામ વિભાગોમાં ભરતી મેળાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગના પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી મંત્રીની જાહેરાત ((Date Extended for Talati Form) ) કરવામાં આવી છે. જેમાં રાજ્યમાં 17 લાખથી વધુ યુવાનોએ દાવેદારી (Talati Recritment Form 2022) નોંધાવી છે.
રજિસ્ટ્રેશન 17 ફેબ્રુઆરી, ફી માટે 21 ફેબ્રુઆરી સુધી મુદત વધી
જોકે ચાર દિવસથી સર્વરમાં વધુ ટ્રાફિકના કારણે કોઈ પણ ઉમેદવાર ફોર્મ ((Talati Recritment Form 2022) ) ભરી શકતા ન હતાં. જેની ફરિયાદ રાજ્ય સરકારને પડતા રાજ્ય સરકારે ફોર્મ ભરવામાં (Date Extended for Talati Form) બે દિવસ એટલે કે 17 જાન્યુઆરી સુધી અને ફી ભરવામાં પાંચ દિવસ એટલે કે 21 ફેબ્રુઆરી સુધીની મુદત વધારી છે.
ફોર્મ ભરવાની મુદતમાં વધારો
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની જાહેરાત માટે 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી ઉમેદવારોએ અરજી કરવાની હતી. પરંતુ છેલ્લા ચાર દિવસથી ઓનલાઈન સાઈટમાં વધારે પડતો ટ્રાફિક હોવાના કારણે કોઈ પણ ઉમેદવાર ફોર્મ (Talati Recritment Form 2022) ભરી શકતા નથી. આ ઉપરાંત કોઈપણ પ્રકારનું કાર્ય થઈ શકતું નથી. જેની સીધી ફરિયાદ રાજ્ય સરકારને પ્રાપ્ત થઇ હતી. જે ધ્યાને લઇને રાજ્યકક્ષાના શ્રમપ્રધાન બ્રિજેશ મેરજા (Labor Minister Brijesh Merja) એક પત્રકાર પરિષદ સંબોધીને આ તમામ તારીખમાં સુધારો જાહેર કર્યો છે. જેમાં ઉમેદવારોએ ફોર્મ ભરવાની અંતિમ તારીખે 15 ફેબ્રુઆરી હતી. તેમાં બે દિવસના વધારા સાથે 17 ફેબ્રુઆરી કરવામાં આવી છે અને ફી ભરવાની તારીખ માં 21 ફેબ્રુઆરી સુધીની મુદતમાં એટલે કે પાંચ દિવસનો વધારો (Date Extended for Talati Form) કરવામાં આવ્યો છે.