ગુજરાત

gujarat

ETV Bharat / city

જામનગર જિલ્લામાં વરસાદી પ્રકોપમાં ખેતીમાં નુકશાન : પંચાયતી વિભાગના 120 ગ્રામસેવકો સર્વે કરશે - પંચાયતી વિભાગના 120 ગ્રામસેવકો પાક નુકસાની સર્વે કરશે

રાજ્યમાં રાજકોટ અને જામનગરમાં ભારે વરસાદના કારણે ખેતીના ઉભા થયેલા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે આજે રાજ્ય સરકાર દ્વારા જામનગર જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ખેતીના પાકને થયેલ નુકશાન અંગે સર્વેની કામગીરી શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજકોટ, બોટાદ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 120 ગ્રામસેવકને સર્વેની કામગીરી પણ સોંપવામાં આવી છે.

જામનગર જિલ્લામાં વરસાદી પ્રકોપમાં ખેતીમાં નુકશાન : પંચાયતી વિભાગના 120 ગ્રામસેવકો સર્વે કરશે
જામનગર જિલ્લામાં વરસાદી પ્રકોપમાં ખેતીમાં નુકશાન : પંચાયતી વિભાગના 120 ગ્રામસેવકો સર્વે કરશે

By

Published : Sep 20, 2021, 4:53 PM IST

  • વરસાદથી નુકશાની મામલે રાજ્યમાં પાક સર્વે થશે
  • પ્રથમ તબક્કામાં ભારે વરસાદવાળા જિલ્લામાં થશે પાક સર્વે
  • જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને દ્વારકા જિલ્લાના ગ્રામસેવકો કરશે સર્વે
  • પંચાયતી વિભાગના ગ્રામસેવકોને સોંપાઈ જવાબદારી

ગાંધીનગર : નુકશાન સર્વે બાબતે રાજ્યકક્ષાના પંચાયત વિભાગના પ્રધાન બ્રિજેશ મેરજાએ પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે રાજકોટ અને જામનગર જિલ્લામાં અતિ ભારે વરસાદના કારણે ઊભા થયેલા પાકને ભારે નુકસાન થયું છે. ત્યારે 120 જેટલા ગ્રામસેવકો અને સર્વેની કામગીરી સોંપવામાં આવી છે. આમ રાજકોટ બોટાદ સુરેન્દ્રનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 120 જેટલા ગ્રામ સેવકો ટૂંક સમયમાં સરવેની કામગીરી શરૂ કરશે. બ્રિજેશ મેરજા વધુમાં જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત જિલ્લાઓની મુલાકાત પણ લીધી હતી ત્યારે હવે તાત્કાલિક ધોરણે સર્વે કરવાની કવાયત પણ શરૂ કરવામાં આવી છે.

સિંચાઈ વિભાગને જવાબદારી સોંપાઈ
મળતી માહિતી પ્રમાણે જામનગર રાજકોટમાં વરસાદી પાણીના કારણે ખેતીના પાકને વ્યાપક નુકશાન થયું છે. ત્યારે સર્વે માટે ગ્રામસેવકો અને સિંચાઇ વિભાગને પણ સર્વેની જવાબદારી સોંપી છે. ભારે વરસાદના કારણે જમીન ધોવાણ અને ઘટનાઓ સામે આવી છે તેની તપાસ આ વિભાગ કરશે.

120 ગ્રામસેવકો ઉપરાંત સિંચાઈવિભાગને પણ સર્વેની કામગીરી સોંપાઈ


કેશ ડોલ્સ અને સહાયમાં વધારો
રાજકોટ અને જામનગર જિલ્લામાં ભારે વરસાદના કારણે મોટું નુકસાન થયું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા સહાય સુધારાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. આમ કેશડોલ્સ સહાયમાં રાજ્ય સરકારે રૂ 100 પ્રતિ વ્યક્તિની સહાયમાં વધારો કર્યો છે. સુધારા બાદ રૂપિયા 150 લેખે પ્રતિ વ્યક્તિને સહાય ચૂકવવામાં આવશે, જ્યારે વધારાની રકમ હપ્તા પેટે અસરગ્રસ્તોને રાજ્ય સરકાર ચૂકવશે. જ્યારે ઘરવખરી નુકસાનીની સહાયમાં પણ સુધારો કરવાની સત્તા રાજ્ય સરકાર દ્વારા વિચારણા હાથ ધરવામાં આવી છે. ત્યારે હાલમાં 3700 લેખે કરી નુકસાન સહાય ચુકવવામાં આવે છે, ત્યારે આ સમયમાં પણ વધારો કરવામાં આવશે જેની ટૂંક સમયમાં રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા સત્તાવાર સહાય સુધારાની જાહેરાત કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details