ગાંધીનગરઃ સત્તાના મદમાં રાચતા નેતાઓ સર્વસ્વ હોય તે રીતે રોફ જમાવતા ફરતા હોય છે. પરંતુ તેમના કરતા તેમના પરિવારજનો ચા કરતા કીટલી ગરમ હોય તેવો રૂવાબ છાંટતા ફરે છે. ત્યારે ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દહેગામમાં લોકડાઉનનો અમલ કરાવી રહી હતી. તે દરમિયાન દહેગામ ભાજપ નેતાનો પુત્ર ઘર બહાર ઉભો રહ્યો હતો. તે સમયે પોલીસે ઘરે રહેવાનું કહેતા રોફ જમાવવા લાગ્યો હતો. પરંતુ પોલીસ સામે રોફ જમાવવો ભારે પડી ગયો હતો. મામલો પોલીસ સ્ટેશને પહોંચતા મોડી રાત્રે સમાધાન થયું હતું.
દહેગામ: ભાજપ નેતાના પુત્રને પોલીસ પર રોફ મારવો ભારે પડ્યો, 4 કલાક બેસાડી દીધાં, સમાધાન
સત્તાના મદમાં રાચતાં નેતાઓ રોફ જમાવતા ફરતાં હોય છે. પરંતુ તેમના કરતાં તેમના પરિવારજનો ચા કરતાં કીટલી ગરમ હોય તેવો રૂવાબ છાંટતા ફરે છે. ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ દહેગામમાં લોકડાઉનનો અમલ કરાવી રહી હતી તે દરમિયાન દહેગામ ભાજપ નેતાનો પુત્ર ઘર બહાર ઉભો રહ્યો હતો. તેને ઘરમાં રહેવાનું કહેતાં રોફ જમાવવા લાગ્યો હતો.
મળતી માહિતી મુજબ દહેગામમાં આવેલા એસ્સાર પેટ્રોલ પંપની આજુબાજુમાં ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચ ડ્રોન દ્વારા નાગરિકો ઉપર નજર રાખી રહી હતી તે દરમિયાન પોલીસને એક યુવક બહાર ટોળે વળેલા જોવા મળતા તેને ઘરમાં રહેવાની સલાહ આપી હતી. પોતે નેતાનો પુત્ર હોવાના કારણે પોલીસ સામે રોફ મારવા લાગ્યો હતો. ત્યારબાદ આ યુવકે તેના પિતા જે દહેગામ ભાજપનું મોટુ માથું કહેવાય તેમને બોલાવતા તેના પિતા દ્વારા પોલીસના ઉચ્ચ અધિકારીઓને ફોન કરવામાં આવ્યા હતા. જેના ફળસ્વરૂપે સમાધાનકારી વલણ અપનાવ્યું હતું.
અધિકારીઓના આદેશથી મામલો થાળે પડી ગયો હતો. પરંતુ ત્યારબાદ નેતા પુત્ર અને નેતા જે પોલીસ કર્મચારીઓ દ્વારા ઘરે રહેવાની સલાહ આપવામાં આવી હતી. તેમની સામે અભદ્ર વર્તન કરી ગાળો બોલી તેવી દહેગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા પહોંચ્યા હતાં. ભાજપના નેતા અને પુત્ર પોલીસ સ્ટેશન પહોંચ્યા હોવાની વાત દહેગામ પંથકમાં પહોંચી જતા ભાજપના ધારાસભ્ય સિવાયના સ્થાનિક નેતાઓ આ મામલો ઠંડો પાડવા પહોંચ્યા હતા. ઘર પાસે રોફ મારતા પુત્રએ પોલીસ સ્ટેશનમાં પણ રોફ મારવાનું ચાલુ રાખ્યું હતુ. પિતા-પુત્ર ઠંડા પાડવાનું નામ લેતા ન હતા. 'ઉલ્ટા ચોર કોટવાલ કો ડાટે' તેવી સ્થિતિ હોવા છતાં નરમ ન પડતા ચાર કલાક બેસાડી દીધા હતાં.
મામલો વધુ વણસી ગયો હોવાને લઈને ગાંધીનગરથી પણ અધિકારીઓનો દહેગામ દોડી ગયા હતા. સૂત્રોએ જણાવ્યું કે આ બાબતે ગાંધીનગરથી આવેલા અધિકારીઓએ પણ હવે પિતા-પુત્ર સામે ફરિયાદ દાખલ કરવાનું નક્કી કરી લીધું હતું પરંતુ દહેગામના એક સ્થાનિક વચેટિયાએ આ મામલાને સંભાળી લીધો હતો. છેલ્લે આ બાબતે માફીપત્ર લખાવીને જવા દેવાયા હતાં. પરંતુ આ સમગ્ર નાટક મોડી રાત સુધી ચાલ્યું હતું. પોલીસ કોરોના વાયરસ વધુ ફેલાય નહીં તે માટે કામગીરી કરી રહી છે. ત્યારે નેતાઓ અને તેમના પુત્રો રોફ મારતા ફરતા જોવા મળી રહ્યા છે. આ વાતની જાણ દહેગામ પંથકમાં થતા લોકો પોલીસની કામગીરીને વખાણતા હતા. ત્યારે નેતાઓને વખોડતાં જોવા મળતાં હતાં.