ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં હવે રાત્રે 12 થી સવારે 6 સુધી કરફ્યૂં

ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં 28 ફેબ્રુઆરી સુધી કરફયૂ યથાવત રાખવાનો રાજ્યના ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, હવે રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં રહેશે.

અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં હવે રાત્રે 12 થી સવારે 6 સુધી કરફ્યૂં
અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરામાં હવે રાત્રે 12 થી સવારે 6 સુધી કરફ્યૂં

By

Published : Feb 15, 2021, 7:41 PM IST

  • રાજ્યના ગૃહ વિભાગનો નિર્ણય
  • રાજ્યના 4 મહાનગરોમાં રાત્રી કરફ્યૂં યથાવત
  • રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે રાત્રી કરફ્યૂ અમલમાં મૂક્યું છે, ત્યારે 15 ફેબ્રુઆરીના રોજ રાત્રી કરફ્યૂંની અવધિ પૂર્ણ થઈ રહી છે, જેથી આજે સોમવારે ફરીથી અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરા શહેરોમાં 28 ફેબ્રુઆરી સુધી કરફયૂ યથાવત રાખવાનો ગૃહ વિભાગ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જોકે, હવે રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફ્યૂં રહેશે.

ગૃહ વિભાગ કંટ્રોલ રૂમ

લગ્ન સમારોહમાં 200 લોકો રહી શકશે હાજર

કેન્દ્ર સરકારની ગાઇડલાઈન પ્રમાણે રાજ્ય સરકારે ગ્રીન સુધારો કર્યો હતો અને કોરોના પરિસ્થિતિને ધ્યાનમાં લઈને લગ્ન સમારોહમાં ફક્ત 100 લોકોને જ પરવાનગી આપવામાં આવી હતી, પરંતુ જે રીતે હવે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે, તેને ધ્યાનમાં લઇને રાજ્ય સરકારે લગ્નમાં વધુમાં વધુ 200 વ્યક્તિઓની છૂટ આપી છે. લગ્ન સમારોહ દરમિયાન સોશિયલ ડીસ્ટન્સ, માસ્ક પહેરવું ફરજીયાત અને સેનેટાઈઝર ની પ્રક્રિયા ફરજિયાત રાખવામાં આવી છે. લગ્નના કાર્યક્રમમાં ફરજિયાત ઓનલાઈન મંજૂરી દેવી પડશે. આ ઉપરાંત મૃત્યુ બાદની અંતિમ ક્રિયામાં મહત્તમ 50 વ્યક્તિઓ જ હાજર રહી શકશે.

ગુજરાત પોલીસ

હોલ, હોટેલ, બેંકવેટ હોલમાં 50 ટકા કેપેસિટીની મર્યાદા
રાજ્ય સરકાર દ્વારા નોટિફિકેશનમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે, હોલ, હોટેલ, બેંકવેટ હોલ, ઓડિટોરિયમ, કોમ્યુનિટી હોલ, ટાઉન હોલની વાડી જેવા સ્થળે સામાજીક ધાર્મિક કે મનોરંજન કે અન્ય સમારોહ અને કાર્યક્રમ માટે સ્થળની કેપીસીટીના 50 ટકાની મર્યાદા રાખી શકાશે. જ્યારે પાર્ટી પ્લોટ ખુલ્લા મેદાનો કોમન પ્લોટ કે અન્ય ખુલ્લા સ્થળોએ મેળાવડા સમારોહ માટે માસ્ક સોશિયલ ડિસ્ટન્સ અને વારંવાર હાથ સેનેટાઈઝ કરવા સહિત એસ.ઓ.પી.નો ચુસ્ત પાલન કરવાનું રહેશે.

રાત્રી કરફ્યૂંમાં એક કલાકની છૂટ

રાજ્ય સરકાર દ્વારા કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને રાત્રી કરફ્યૂની સમય મર્યાદામાં ઘટાડો કરવામાં આવ્યો છે. હવે અમદાવાદ, રાજકોટ, સુરત અને બરોડામાં 28 ફેબ્રુઆરી સુધી રાત્રીના 12 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કરફયૂં રહેશે. પહેલા રાત્રીના 11 વાગ્યાથી કરફ્યૂં લાગુ કરાયું હતું. પરંતુ હવે સોમવારે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી કોર કમિટીની બેઠકમાં 1ની છૂટ આપીને રાત્રિના 12 કલાકથી સવારના 6 વાગ્યું સુધી કરફ્યૂનો અમલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details