ગુજરાત

gujarat

Cultivation in Gujarat : રાજ્યમાં કેટલું અને કયા કયા ઉનાળુ પાકનું થયું વાવેતર જાણો

By

Published : May 7, 2022, 2:48 PM IST

Updated : May 7, 2022, 7:06 PM IST

રાજ્યમાં ખેતીક્ષેત્રમાં ઉનાળુ પાકના વાવેતરનું (Cultivation of summer season in Gujarat) ટાણું અખાત્રીજથી મંડાઇ જતું હોય છે. ખેડૂતો માટે ઉનાળુ સીઝન માટે ધાન્ય પાકોની પસંદગી, ખેતરની ખેડ, પાણી અને બીયારણોની વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવે છે. ત્યારે રાજ્યમાં ઉનાળુ પાક વાવેતર વિશે મહત્ત્વની વિગતો (Important details about summer crop planting in Gujarat ) બહાર આવી છે.

Cultivation of summer season in Gujarat : રાજ્યમાં કેટલું અને કયા કયા ઉનાળુ પાકનું થયું વાવેતર જાણો
Cultivation of summer season in Gujarat : રાજ્યમાં કેટલું અને કયા કયા ઉનાળુ પાકનું થયું વાવેતર જાણો

ગાંધીનગર : ગુજરાતમાં અખાત્રીજનું ખુબ જ મહત્વ છે. અખાત્રીજના દિવસે જ ગુજરાત રાજ્યના ખેડૂતો ખેતરમાં પાકની વાવણીની પૂજા કર્યા બાદ શરૂઆત (Cultivation of summer season in Gujarat) કરે છે. ત્યારે ઉનાળુ પાકની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ વર્ષે ઉનાળા પાકનું વાવેતર ખૂબ જ વિપુલ પ્રમાણમાં નોંધાયું છે. ત્રણ દિવસની અંદર ઉનાળુ પાકની વાવેતરની વાત કરવામાં આવે તો કૃષિ વિભાગ(Ministry of Agriculture of Gujarat) તરફથી મળતી માહિતી (Important details about summer crop planting in Gujarat ) પ્રમાણે આ વર્ષે કુલ 11,25,705 હેકટર વિસ્તારમાં ઉનાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું છે.

અખાત્રીજથી ખેડની શરુઆત થઇ જાય છે

ગત વર્ષ કરતા વધુ વાવેતર - ઉનાળા પાકના વાવેતરની વાત કરવામાં આવે તો ગત વર્ષ કરતા આ વર્ષે ઉનાળુ પાકનું વધારે પ્રમાણમાં વાવેતર (Cultivation of summer season in Gujarat) કરવામાં આવ્યું છે. રાજ્યમાં કુલ અત્યારે 11,25,704 હેકટરમાં (Important details about summer crop planting in Gujarat ) વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે ગત વર્ષની વાત કરવામાં આવે તો રાજ્યમાં વર્ષ 2021માં ઉનાળાની સીઝનમાં ફક્ત 10,45,101 હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું. આમ ગત વર્ષ કરતા આ વર્ષે કુલ 80,603 હેકટરમાં વધુ વાવેતર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃ Chickpea purchase scam in Harij : છેલ્લા 7 વર્ષમાં પાણીપત્રકમાં ચણાનું વાવેતર જ ન થયાંનો કોંગ્રેસનો આક્ષેપ

વાવેતરની વિગતો - ઉનાળામાં ચાલુ વર્ષે રાજ્યમાં 3,60,278 હેકટરમાં ધાન્ય પાક જોઇએ તો 95,661 હેકટરમાં કઠોળ, 1,68,612 હેકટરમાં તેલીબિયાં, 73,900 હેકટરમાં ડાંગર , 2,81,024 હેકટરમાં બાજરી, 5354 હેકટરમાં મકાઈ, 70,146 હેકટરમાં મગ, 25,515 હેકટરમાં અડદ, 60,828 હેકટરમાં મગફળી, 1,07,784 હેકટરમાં તલ, 11,156 હેકટરમાં ડુંગળી, 9609 હેકટરમાં શેરડી, 1,05,211હેકટરમાં શાકભાજી, 7982 હેકટરમાં ગુવાર અને 3,57,344 હેકટરમાં ઘાસચારો વાવવામાં (Cultivation of summer season in Gujarat) આવ્યો છે.

વાવેતર અને પાણીની ઉપલબ્ધતા મહત્ત્વપૂર્ણ

આ પણ વાંચોઃ Cultivation fodder in Kutch : કચ્છમાં ઉનાળામાં ઘાસચારાની તંગી વચ્ચે 15,022 હેક્ટરમાં ઘાસચારાનું વાવેતર

સિંચાઈ માટે પાણી કૂવાના પાણી પર નિર્ભર- રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું હોવાનું વિધાનસભામાં રાજ્ય સરકાર દ્વારા સ્વીકારવામાં આવે છે. ત્યારે ઉનાળુ પાકની વાત કરવામાં આવે તો ઉનાળામાં પીવાના પાણીની પણ (Important details about summer crop planting in Gujarat ) સમસ્યા હોય છે. ત્યારે ખેડૂતોના ઉનાળુ પાકમાં (Cultivation of summer season in Gujarat) ખેતરમાં આવેલ કૂવાઓના આધારે જ વધારે પ્રમાણમાં થતી હોય છે. આમ શિયાળાના ચાર મહિના સુધી જ રાજ્ય સરકાર ખેડૂતોને સિંચાઇ (Irrigation water for summer crops )માટેનું પૂરતું પાણી આપે છે. જ્યારે અમુક જરૂર પ્રમાણે રાજ્ય સરકાર જરૂર પડે તો સિંચાઇ માટેનું પાણી અન્ય સિઝનમાં પણ છોડે છે.

Last Updated : May 7, 2022, 7:06 PM IST

ABOUT THE AUTHOR

...view details