ગાંધીનગર : ગુજરાત રાજ્યમાં જે રીતે સતત કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં લઈને આજે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં ઉચ્ચ અધિકારી અને એક ખાસ બેઠકનું (CS Corona Review Meeting ) આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યના તમામ જિલ્લા કલેકટર અને મ્યુનિસિપલ કમિશનર વિડીયો કોન્ફરન્સના માધ્યમથી તેમાં હાજર રહ્યાં હતાંં. કોરોનાના કેસમાં જે રીતે સતત વધારો થઈ રહ્યો છે તેને કાબૂમાં કઈ રીતે કરી શકાય તે બાબતે પણ ખાસ ચર્ચા કરવામાં આવી હતી.
કોવિડ પ્રોટોકોલનું ચુસ્ત પાલન
રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારની અધ્યક્ષતામાં મળેલી અંગેનીબેઠકમાં (CS Corona Review Meeting ) તમામ વરિષ્ઠ અધિકારીઓ હાજર રહ્યા હતાં. જેમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિ અંગેનો અભ્યાસ કરીને તેને નિયંત્રણમાં લેવા માટે કોરોના પ્રોટોકોલના (Corona protocol ) ચુસ્ત પાલન ઉપર ખાસ ભાર (Corona Update in Gujarat 2022 ) મૂકવામાં આવ્યો છે.
અગાઉ પણ મળી હતી બેઠક
ગુજરાત રાજ્યમાં જામનગર જિલ્લામાં પ્રથમ કોરોના નવા વાયરસનો કેસ સામે આવ્યો હતો. ત્યારે પણ ઉચ્ચ અધિકારીઓની ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના મુખ્ય સચિવ પંકજકુમાર અને રાજ્યના આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલ પણ બેઠકમાં (CS Corona Review Meeting ) હાજર રહ્યાં હતાં. ત્યારે અગાઉ મળેલી બેઠકમાં ધન્વંતરી રથનો ઉપયોગ વધુ કરવો, ટેસ્ટિંગ ટ્રેકિંગ અને સર્વેલન્સ મુદ્દે પણ ચર્ચા કરવામાં આવી હતી.