ગાંધીનગર રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે ટેકાના ભાવે જાણસીની ખરીદી કરવામાં (tekana bhav year 2022 23) આવે છે, ત્યારે આ વર્ષે ટેકાના ભાવે ખરીદીની રાજ્ય સરકાર દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજ્યના કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, વર્ષ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ, તા. 29 ઓક્ટોબર 2022થી 90 દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂતને લઈને મહત્વનો નિર્ણય કર્યો છે. (price support scheme PSS)
નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂકઆ અંગે કૃષિપ્રધાન રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકારનું સઘન આયોજન છે. વર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની નિમણૂક કરવામાં આવી છે. ખેડૂતોએ તા.25 સપ્ટેમ્બરથી 24મી ઓકટોબર, 2022 દરમિયાન નોંધણી કરાવવાની રહેશે. ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો પરથી VCE મારફતે કરવામાં આવશે.
SMS થકી કરવામાં આવશે જાણનોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર SMS મોકલી અથવા ટેલીફોનીક જાણ કરાશે. જાણ કરાયેલા ખેડૂતોએ FAQ ગુણવત્તાવાળા પાકોના નિયત જથ્થા સાથે નિયત ખરીદ કેન્દ્ર ખાતે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. સોમવારથી શુક્રવાર દરમિયાન સંજોગોવસાત નિયત દિવસે હાજર ન રહી શક્યા હોય તેવા ખેડૂતોને શનિવારના દિવસે વેચાણ માટે તક આપવામાં આવશે. વેચાણ કરેલા જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવશે.