ગુજરાત

gujarat

ETV Bharat / city

ક્રાઈમ બ્રાન્ચે એક અઠવાડિયા પહેલાં છત્રાલ GIDCમાં થયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

એક અઠવાડિયા અગાઉ છત્રાલ GIDCમાં આવેલી ચંદ્રેશ કેબલ્સ લિમિટેડ કંપનીમાંથી કેબલ વાયરોની ચોરીની ફરિયાદ સ્થાનિક પોલીસ મથકમાં નોંધવામાં આવી હતી. ફરિયાદના પગલે ક્રાઈમ બ્રાન્ચે GIDCમાં થયેલી કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો હતો.

ક્રાઈમ બ્રાન્ચે એક અઠવાડિયા પહેલાં છત્રાલ GIDCમાં થયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો
ક્રાઈમ બ્રાન્ચે એક અઠવાડિયા પહેલાં છત્રાલ GIDCમાં થયેલા કેબલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો

By

Published : May 19, 2021, 1:19 AM IST

  • 6,42,420 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો
  • 4 શખ્સને રંગેહાથે કેબલ વાયર સાથે પકડ્યા
  • સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક અઠવાડિયા પહેલા નોંધાઇ હતી ફરિયાદ

ગાંધીનગર: છત્રાલ GIDCમાં કેબલ ચોરીના ગુનાનો ભેદ LCB દ્વારા ઉકેલવામાં આવ્યો છે. આ ગુના હેઠળ ચાર શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કુલ 6,42,420 રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ સુરતમાં 17 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, પોલીસે મહિલાની કરી ધરપકડ

ફેક્ટરીઓમાં કેબલ વાયર ચોરી કરવા ટોળકી રાખી ગુનાને અંજામ આપતા હતા

કડી ખાતે રહેતા અને ભંગારનો ધંધો કરતા ભરત ઉર્ફે લાલો લક્ષ્મણ રાઠોડ તથા પીન્ટુ ઉર્ફે ભુપત પરમાર ટોળકી રાખી રાત્રિના સમયે છત્રાલ GIDCમાં આવેલી કંપનીઓમાંથી કેબલ વાયરની ચોરીઓ કરાવતા હતા અને કરતા હતા પોલીસને તેમની બાતમી મળતા આ ગુનાનો ભેદ ઉકેલવા તેમને ચાંપતી નજર રાખી આ ગુનેગારોને રંગે હાથે પકડી પાડયા હતા. પિકઅપ ડાલામાં કેબલ વાયર અને કેબલ વાયરના ટુકડા તથા કોપર વાયર સાથે શખ્સો ઝડપાયા હતા. જેમાં પીન્ટુ, ભરત ઉર્ફે લાલો તેમજ અનિલ દંતાણી, વિષ્ણુ દંતાણીની ધરપકડ કરવામાં આવી છે.

કેબલ

3,39,920ની કિંમતના કેબલ વાયરની ચોરી કરી, 3 વખથ ચોરી કર્યાની કબૂલાત કરી

કેબલ વાયરના ટુકડા તેમજ કોપર વાયર સહિતનો 3,39,920ની કિંમતના કેબલ વાયરની ચોરી તેમણે કરી હતી. દિવસના અરસામાં અલગ-અલગ દિવસોમાં ત્રણ વખત કેબલ વાયરોની ચોરી કર્યાની કબૂલાત તેમણે કરી હતી. આ ઉપરાંત GIDC ફેઝ 4માં આવેલી બેટરી બનાવવાની બંધ ફેક્ટરીઓમાંથી દોઢેક મહિના અગાઉ 27 નંગ બેટરીનો સ્ક્રેપ ચોરી કરી હોવાનું પણ તેમને કબુલ્યું હતું. તે ચોરી કરેલા વાયરનું કટિંગ કર્યા બાદ બોલેરો પીકપ ડાલા સાથે અમદાવાદ જવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન જ તેમની ધરપકડ કરવામાં આવી હતી. 3 લાખની કિંમતની પીકપ બોલેરો અન્ય મોબાઇલ ફોન તેમજ ચોરી કરેલ વાયરનો કુલ 6,42,420 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ABOUT THE AUTHOR

...view details