ગુજરાત

gujarat

ETV Bharat / city

ખેતીના બોરવેલનું ફિટિંગ કરતાં કારીગરો ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે અવરજવર કરી શકશે

રાજ્યના પોલિસવડા શિવાનંદ ઝાએ રાજ્યમાં પ્રવર્તમાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની લૉક ડાઉન પાલન સંદર્ભે વિગતો આપી હતી. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલક્ષી કામમાં જતાં કે બોરવેલનું ફિટિંગ-રીપેરિંગ કરવા જતાં કારીગરોને કોઇ પાસની જરુર નથી તેમ જણાવ્યું હતું,

ખેતીના બોરવેલનું ફિટિંગ કરતાં કારીગરો ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે અવરજવર કરી શકશે
ખેતીના બોરવેલનું ફિટિંગ કરતાં કારીગરો ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે અવરજવર કરી શકશે

By

Published : Apr 28, 2020, 7:23 PM IST

ગાંધીનગરઃ શિવાનંદ ઝાએ કહ્ગ્રાયું કે મ્ય વિસ્તારોમાં ખેડૂતોની તેમજ ખેતી માટેના બોરવેલનું ફિટિંગ કે રિપેરિંગ કરવા જતાં કારીગરોને પોલીસ દ્વારા અટકાવવામાં નહીં આવે. તેમજ તેમને પાસની પણ કોઈ આવશ્યકતા નહીં રહે. તેમને માત્ર તેમના ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે અવરજવર કરવા દેવાશે.

ખેતીના બોરવેલનું ફિટિંગ કરતાં કારીગરો ડ્રાઇવિંગ લાઇસન્સ સાથે અવરજવર કરી શકશે

રાજ્યના અમુક વિસ્તારોમાં મોડી રાત્રે અને વહેલી સવારે લોકો એકઠા થતાં હોવાનું ધ્યાને આવ્યું છે. આવા તમામ વિસ્તારોમાં આ સમયગાળામાં પોલીસ પેટ્રોલિંગ વધારવાની સૂચના અપાઈ છે. આસપાસના નાગરિકોને તેમના વિસ્તારોમાં આ પ્રકારે લોકો એકઠા થતા હોવાની બાબત ધ્યાને આવે, તો તેઓ 100 નંબર પર જાણકારી આપે એ ઇચ્છનીય છે, જેથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી શકાય.Body:તબલીગી જમાતના વધુ બે ભરૂચ જિલ્લાના અમુક લોકો ગત 17 એપ્રિલના રોજ દહેજથી ભાવનગર ખાતે રો-રો ફેરીમાં ગયા હતા. જેમાંથી 6 લોકો લોકડાઉન બાદ ખાનગી બસ મારફતે પરત આવતા ભરૂચ જિલ્લાના પાલેજ પોલીસ સ્ટેશન ખાતે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક કિસ્સામાં 7 લોકો ખાનગી બસ દ્વારા ભાવનગરથી ભરૂચના વાતરસા ગામે આવ્યા હોવાનું ધ્યાને આવતા તેમની સામે આમોદ પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે.Conclusion:પોલીસના જવાનો આવા આકરા તાપમાં પણ મક્કમ મનોબળ સાથે લોકડાઉનની ફરજ નિભાવી રહ્યા છે. તદુપરાંત, જે પોલીસકર્મીઓ સંક્રમિત હતા અને સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે, તેઓ પણ ફરજ પર પરત ફરી રહ્યા છે. જ્યારે હાલ જેઓ સારવાર હેઠળ છે, તેઓ પણ સ્વસ્થ્ય છે અને ઉચ્ચ અધિકારીઓ દ્વારા નિયમિત રીતે તેમના ખબરઅંતર જાણી, તેમના સ્વાસ્થ્ય અંગેની માહિતી મેળવાઈ રહી છે. રાજ્યભરમાં ડ્રોન, CCTV અને ANPRના માધ્યમથી ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. તદુપરાંત, ખાનગી સોસાયટીના CCTV મારફત પણ ચોકસાઈ રાખવામાં આવી રહી છે. આ પ્રકારે રહેણાક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે 23 ગુનામાં 21 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં 334 ગુનામાં કુલ 558 લોકોની અટકાયત કરવામાં આવી છે.

વિવિધ માધ્યમો દ્વારા જે ગુનાઓ ગત રોજથી દાખલ થયા છે; તેમાં ડ્રોનના સર્વેલન્સથી 296 ગુના નોંધાયા છે. આ સર્વેલન્સથી આજદિન સુધીમાં 9489 ગુના દાખલ કરીને 18661 લોકોની ધરપકડ કરાઈ છે. જ્યારે સ્માર્ટ સિટી અને વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ CCTV નેટવર્ક દ્વારા 74 ગુના નોંધીને 95 લોકોની ધરપકડ કરાઈ છે. આ રીતે અત્યાર સુધીમાં CCTVના માધ્યમથી 1834 ગુના નોંધીને, 2808 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ જ રીતે, સોશિયલ મીડિયા પર ખોટા મેસેજ અને અફવાઓ ફેલાવા સંદર્ભે ગઈકાલથી આજ સુધીમાં 21 ગુનાની સાથે અત્યાર સુધીમાં 525 ગુના દાખલ કરીને 1075 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે સોશિયલ માધ્યમો પર અફવા ફેલાવતા 13 એકાઉન્ટ્સ બંધ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details