ગાંધીનગર : પંજાબમાં મોદીની સુરક્ષા બાબતે સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજાઇ હતી, તેમા તેમને જણાવ્યું હતું કે, પંજાબ પોલીસ પણ આંદોલનકારીઓ સાથે મળેલી હતી તેમજ પોલીસ પણ આંદલનકારીઓ સાથે બેસીને ચા પી રહી હતી અને પોલીસ દ્વારા તેમને રોકવાનો કોઇ પ્રયત્ન પણ કરાયો નહોતો. પંજાબના DGPએ આ રુટને મંજુરી આપી હતી. pmને રોકવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. પંજાબ આનુ પરિણામ ભોગવવા તૈયાર રહે.
પંજાબ પોલીસની કેટલીક બેદારકારી સામે આવી
પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં ચૂક થવાનો મામલો ખુબજ ગરમાયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવાઇ માર્ગે પંજાબ જઇ રહ્યા હતા તે દરમિયાન હવામાન ખરાબ હોવાના કારણે હવાઇમાર્ગે જવાનો કાર્યક્રમ બદલીને રોડ માર્ગે જવાનો નિર્ણય કર્યો હતો, રોડ માર્ગે જવા માટે પંજાબ DGP તરફથી પરવાનગી પણ આપવામાં આવી હતી, પરંતુ પંજાબ પોલીસની કેટલીક બેદારકારી સામે આવી હતી. આંદોલનકારીઓ દ્વારા મોદીના કાફલાના રસ્તા પર રોકવામાં આવ્યો હતો.
પાટીલે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું
વડાપ્રધાનના જીવને જોખમ થાય તેવું કાવતરું ઘડવામાં આવ્યું હતું, તેવા આક્ષેપો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે. પંજાબ સરકારે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની સૂચનાથી આ કાવતરું ઘડ્યું હોવાનો આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યો છે. પંજાબમાં PMની સુરક્ષાના ચૂકના મામલે તાજેતરમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે રાજ્યપાલને આવેદનપત્ર આપ્યું હતું, ત્ચારે આજે આ મુદ્દે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ અને ગૃહપ્રઘાન હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધી હતી.
PM સુરક્ષાને લઇને ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે
સી.આર પાટીલે જણાવ્યું હતું કે, PM સુરક્ષાને લઇને ઘણા બધા ખુલાસા થઈ રહ્યા છે. પંજાબમાં હવામાન ખરાબ હોવાના કારણે પી.એમ રોડ માર્ગે ગયા હતા, આ રૂટ વિશે CM, મુખ્ય સચિવ અને DGPને જાણ કરાઈ હતી. ત્યાંની પ્રાઇવેટ ચેનલ દ્વારા સ્ટિંગ ઓપરેશન કરાયું હતું, CIDના DCP દ્વારા ગરબડ થશે તેવો રિપોર્ટ પણ અપાયો હતો. પંજાબ પોલીસે આવા આંદોલનકારીને સપોર્ટ કર્યો હતો, ખાલીસ્તાની ગેંગ પણ સક્રિય હતી.