ગુજરાત

gujarat

ETV Bharat / city

CR Patil on Vijay Rupani: વિજય રૂપાણીની નારાજગી અંગે સી. આર. પાટીલે શું કહ્યું?

ગાંધીનગરમાં ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં તેમણે વિજય રૂપાણીની નારાજગી (CR Patil on Vijay Rupani) અંગે નિવેદન આપ્યું હતું. સાથે જ હોવાનું જણાવ્યું હતું. આગામી ચૂંટણી (Gujarat Assembly Elections 2022) કયા મુદ્દા પર લડાશે તે અંગે પણ માહિતી આપી હતી.

CR Patil on Vijay Rupani: વિજય રૂપાણીની નારાજગી અંગે સી. આર. પાટીલે શું કહ્યું, જુઓ
CR Patil on Vijay Rupani: વિજય રૂપાણીની નારાજગી અંગે સી. આર. પાટીલે શું કહ્યું, જુઓ

By

Published : Jan 25, 2022, 3:26 PM IST

Updated : Jan 25, 2022, 5:28 PM IST

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi interacts with Gujarat BJP Page Committee Members ) આજે ગુજરાતના તમામ પેજ પ્રમુખો સાથે વર્ચ્યૂઅલી સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમમાં રાજ્યના ભાજપના તમામ ધારાસભ્યો, સાંસદો અને પેજ પ્રમુખો વર્ચ્યૂઅલ માધ્યમથી જોડાયા હતા. આજના આ કાર્યક્રમમાં કુલ 20 લાખથી વધુ ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા. જ્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી નિવાસસ્થાનથી અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ કમલમ્ કાર્યાલયથી જોડાયા હતા.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કાર્યોની ઝાંખી સાથે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચૂંટણીમાં ભાજપ પ્રચાર પ્રસાર કરશે

વિકાસના મુદ્દા સાથે લડીશું ચૂંટણીઃ પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) હવે ગણતરીના જ મહિનાઓ બાકી છે. તેવામાં ત્યારે ભાજપ પ્રદેશ અધ્યક્ષે ચૂંટણી અંગે મહત્વનું નિવેદન (Gujarat BJP President on Election) આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, રાજ્યમાં વિકાસના મુદ્દે જ વિધાનસભાની ચૂંટણી (Gujarat Assembly Elections 2022) લડાશે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે કરેલા કાર્યોની ઝાંખી સાથે તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચૂંટણીમાં ભાજપ પ્રચાર પ્રસાર કરશે.

વિકાસના મુદ્દા સાથે લડીશું ચૂંટણીઃ પાટીલ

કેન્દ્ર અને રાજ્ય સરકારના કામો પ્રજા સમક્ષ મૂકીશુંઃ પાટીલ

સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે એક પણ એવા કાર્યો બાકી નથી રાખ્યા કે, જેનાથી વિપક્ષ તેનો લાભ લઈ શકે. તમામ મુદ્દે અને તમામ ક્ષેત્રે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કાર્યો કર્યા છે. જ્યારે વિધાનસભાની ચૂંટણી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પણ અનેક કાર્યક્રમો (PM Modi Program in Gujarat) ગુજરાતમાં યોજાશે.

રૂપાણી ભાજપથી નારાજ નથી: પાટીલ

છેલ્લા ઘણા સમયથી રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ભાજપથી નારાજ (CR Patil on Vijay Rupani) હોવાની વાતો સામે આવી રહી છે. તેવામાં આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, વિજય રૂપાણી (CR Patil on Vijay Rupani) અને નીતિન પટેલ 2માંથી કોઈ પણ વ્યક્તિ નારાજ નથી. જવાબદારી અલગ અલગ હોઈ શકે છે, પરંતુ બંનેમાંથી કોઈ પણ નારાજ (CR Patil on Vijay Rupani) નથી. જ્યારે આજે વહેલી સવારે જ વિજય રૂપાણીએ ફોન કરીને તેઓ પણ બેઠકમાં જોડાઈ રહ્યા હોવાની જાણ કરી હતી.

વડાપ્રધાન ગુજરાતને પ્રેમ કરે છેઃ પાટીલ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેના સંવાદ કાર્યક્રમ (PM Modi interacts with Gujarat BJP Page Committee Members ) બાદ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રાજ્ય પ્રત્યે ખૂબ પ્રેમ છે. રાજયનો વધુ વિકાસ થાય તે બાબતે વડાપ્રધાને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ ઉપરાંત રાજ્યમાં કોઈ પણ બાળક કુપોષિત ન રહે તે બાબતે પણ સૂચનાઓ વડાપ્રધાને આપી છે.

વડાપ્રધાને રાજ્યના 8 કાર્યકર્તાઓ સાથે ટેલિફોનિક વાતચીત કરી

સી. આર. પાટીલે વધુમાં ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના અલગ અલગ 8 જેટલા ભાઈબહેનો (PM Modi interacts with Gujarat BJP Page Committee Members ) સાથે ટેલિફોનિક વાતચીત કરીને તેમના ખબર અંતર પણ પૂછ્યા હતા. સાથે જ ગુજરાતના વિકાસની વાત (PM Modi interacts with Gujarat BJP Page Committee Members ) તથા હાલના સમયમાં સરકારની કામગીરી અને પ્રવાસની વાત બાબતે પણ ચર્ચા કરી હતી. આ ઉપરાંત ગુજરાતમાં અત્યારે જે માઈક્રો અભિયાન ચાલે છે. તેમાં પણ વધુમાં વધુ કાર્યકર્તાઓ જોડાય તે માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને જોડાવા માટે અને ભાગ લેવા માટે પણ આહ્વાન કર્યું હતું.

જનસંઘથી કાર્ય કરતા કાર્યકર્તાઓને મોદી એપ પર જગ્યા મળશે

સી. આર. પાટીલે વધુમાં જણાવ્યું હતું કે, વર્ષો સુધી ભાજપ માટે જંગ શરૂ કરીને આજ દિન સુધી જે પણ લોકોએ યોગદાન આપ્યું છે. જનસંઘથી આજદિન સુધી જે લોકોએ યોગદાન આપ્યું છે. તેવા લોકોની માહિતી એકત્રિત કરીને તેમને મોદી એપમાં કમળ પુષ્પ નમો (NAMO App) એપ બનાવીને તેમાં તેમની માહિતી પણ અપલોડ કરવામાં આવશે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત નમો એપના માધ્યમથી ભાજપના પેજ સમિતિ કાર્યકર્તાઓ (PM Modi interacts with Gujarat BJP Page Committee Members ) સાથે ચર્ચા કરી હતી. જ્યારે રાજ્યમાં હાલ કુલ 57 લાખ પેજ સમિતિ છે. આમાંથી 32 લાખ પેજ સમિતિની ડેટા એન્ટ્રી થઈ ચૂકી છે.

Last Updated : Jan 25, 2022, 5:28 PM IST

ABOUT THE AUTHOR

...view details