- સમગ્ર રાજ્યમાં ફક્ત 3 જ કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાના કેસ
- અન્ય તમામ જિલ્લાઓ અને ગ્રામ્ય વિસ્તારોમાં એક પણ કેસ નહિ
- અમદાવાદમાં 6, વડોદરામાં 4, સુરતમાં 2 અને રાજકોટમાં 00 કેસ નોંધાયો
ગાંધીનગર : રાજ્યમાં કોરોનાની બીજી લહેર બાદ કેસમાં સતત ઘટાડો આવી રહ્યો છે, ત્યારે 31 ઓગસ્ટના રોજ સમગ્ર રાજ્યમાં ફક્ત બાર જેટલા જ પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે બીજી વાત કરવામાં આવે તો સમગ્ર રાજ્યના 33 જિલ્લાઓમાંથી ફક્ત ત્રણ જ કોર્પોરેશન વિસ્તારમાં એટલે કે અમદાવાદ, વડોદરા અને સુરત કોર્પોરેશન વિસ્તારમાં જ કોરોનાના કેસ નોંધાયા છે, જ્યારે અન્ય તમામ કોર્પોરેશન વિસ્તાર અને તમામ જિલ્લાઓમાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી.
આ પણ વાંચો- રાજ્યમાં 24 કલાકમાં 3 કોર્પોરેશન અને 3 જિલ્લામાં 14 કેસ નોંધાયા, 30 જિલ્લા અને 5 કોર્પોરેશનમાં એક પણ કેસ નહિ
રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિઝિટમાં પોઝિટિવ કેસ
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ, સુરત અને વડોદરામાં કોરોના પોઝિટિવના સિંગલ ડિઝિટમાં કેસ નોંધાયા છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 4 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.