ગાંધીનગર : રાજ્યમાં માર્ચ મહિનામાં કોરોનાએ દેખા દેતાં રાજ્ય સરકારે તરત લોકડાઉનનો નિયમ અમલી કરી દીધો હતો. જો કે, આ નિયમને કારણે રાજ્યમાં ચાલી રહેલા તમામ વેપારઉદ્યોગ બંધ થઈ ગયાં હતાં. જેના કારણે સરકારને જીએસટી સહિત અન્ય આવક બંધ થઈ ગઈ હતી. તેવામાં સરકારે લોકડાઉનના કારણે નાના વેપારી-ઉદ્યોગકારોને સહાય અને તેઓ ફરી વખત આર્થિક રીતે ઉભા થઇ શકે તે માટે આત્મનિર્ભર યોજના થકી 14000 હજાર કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. સરકારની આ યોજનાની અસર તિજોરી પડતાં સરકારે ફરી વખત તિજોરી ભરાય તે માટે નવા પ્રકારના આયોજન શરૂ કર્યાં હતાં.
કોવિડ-19 અસર : રાજ્ય સરકારે 5600 કરોડનો બજેટ કાપ મૂક્યો - નિતીન પટેલ
રાજ્યમાં વધતા કોરોના ચેપને રોકવા માટે સરકારે એક પછી એક લોકડાઉનની જાહેરાત કરી હતી. જો કે લોકડાઉનના કારણે રાજ્યમાં વેપારઉદ્યોગ બંધ રહેતાં સરકારને મોટા પાયે આર્થિક નુકસાન ગયું હતું. સરકારે આર્થિક નુકસાનથી બચવા માટે બજેટની વિવિધ યોજનામાં કાપ મુકવાનું નક્કી કર્યું છે અને સરકારે તેના જુદા જુદા વિભાગોમાં હાલ પૂરતી નાનીમોટી યોજનાઓ પર કાપ દરખાસ્ત કરીને 6500 કરોડ રકમની બચત કરવાનું નક્કી કર્યું છે.
![કોવિડ-19 અસર : રાજ્ય સરકારે 5600 કરોડનો બજેટ કાપ મૂક્યો કોવિડ19 અસર : રાજ્ય સરકારે 5600 કરોડનો બજેટ કાપ મૂક્યો](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8230913-thumbnail-3x2-budget-cut-7204846.jpg)
કોવિડ19 અસર : રાજ્ય સરકારે 5600 કરોડનો બજેટ કાપ મૂક્યો
માર્ચ મહિનામાં રાજય સરકારે 2,17,287 હજાર કરોડના બજેટની જાહેરાત કરીને સરકારના વિવિધ વિભાગોની યોજનાઓની મંજૂરી આપી હતી. તેમાંથી હાલ જે યોજનાની જરૂર ન હોય તેવી યોજનાઓ પર કાપ મૂકવાનું નક્કી કર્યું છે. સરકાર તેના કુલ 28 વિભાગોની વિવિધ યોજનો પર કાપ મૂકીને કુલ 5600 કરોડ રૂપિયાની બચત કરી છે. અન્ય પણ ઘણાં વિભાગોમાં નાની રકમોમાં કાપ મૂકીને કરોડો રૂપિયાની બચત કરવામાં આવી છે.
કોવિડ19 અસર : રાજ્ય સરકારે 5600 કરોડનો બજેટ કાપ મૂક્યો