- રાજયમાં કોરોના સહાય બાબતે આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલ સાથે ખાસ વાતચીત
- કોરોનામાં મૃત્યુ પામેલા નાગરિકોના પરિવારજનોને આપવામાં આવશે આર્થિક સહાય
- રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટર ઓફિસને મૃતકોની યાદી મોકલી
- કોમોર્બીડ કોવિડ ડેથમાં પણ આપવામાં આવશે સહાય
- રાજ્ય સરકારે તમામ જિલ્લા કલેકટરને યાદી સોંપી
ગાંધીનગર : કોરોના મૃતકોને આર્થિક સહાય ( COVID-19 death compensation Gujarat ) બાબતે રાજ્યના આરોગ્ય અગ્ર સચિવ મનોજ અગ્રવાલે (ACS Manoj Agarwal ) ETV Bharat સાથે ખાસ વાતચીત કરતાં જણાવ્યું હતું કે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જિલ્લા કલેક્ટરોને ફક્ત કોરોનાથી મૃત્યુ ( Covid Death ) પામ્યા હોય તેવા લોકોની યાદી જે તે જિલ્લા કલેકટરને સોંપી દેવામાં આવી છે. આ બાબતે જિલ્લા કલેક્ટરો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. મહત્વની વાત કરવામાં આવે તો અન્ય બીમારી સાથે કોરોનાથી મૃત્યુ થયું હોય ( Comorbid Death Compensation ) તેમના પરિવારજનોને પણ આર્થિક સહાય આપવામાં આવશે.
કોરોનાની સારવાર મેળવ્યા બાદ 1 મહિનામાં મૃત્યુ થયું હશે તો સહાય મળશે
રાજ્યમાં એવા અનેક કિસ્સાઓ જોવા મળ્યા છે કે જેમાં કોરોનાની (Corona ) સારવાર મેળવવા બાદ તેઓ હોસ્પિટલથી ઘરે પરત ફર્યા હતાં પરંતુ અચાનક જ અમુક દિવસો બાદ મૃત્યુ થયા હોવાના કિસ્સા પણ સામે આવ્યા છે. ત્યારે આવા દર્દીઓ કે જેમને કોરોનાની સારવાર મેળવી હોય અને એક મહિનાની અંદર જ મૃત્યુ થયું હોય તેવા દર્દીના પરિવારજનોને પણ આર્થિક સહાયના ( COVID-19 death compensation Gujarat ) લાભ પ્રાપ્ત થશે.
ખાનગી હોસ્પિટલમાં મૃત્યુ પામેલા દર્દીના સ્વજનોને આપવામાં આવશે સહાય