ગુજરાત

gujarat

ETV Bharat / city

ગુજરાતમાં કોરોનાઃ કુલ કેસની સંખ્યા 3 હજારને પાર, 133ના મોત, 24 કલાકમાં 256 નવા કેસ

ગુજરાતમાં કોરોનાના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. રાજ્યમાં કોરોનાના કેસની સંખ્યા દિવસેને દિવસે સતત વધી રહી છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગયા છે. તેમજ કોરોનાથી મરનારાની સ્ખ્યા પણ 100 થી વધુ થઇ ગઇ છે. રાજ્યમાં કુલ 3071 કેસ પોઝિટિવ નોંધાયા છે. આ ઉપરાંત 133 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 282 લોકોએ કોરોનાને માત આપી છે. અમદાવાદ અને સુરતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે.

`COVID-19: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 3 હજારને પાર, અમદાવાદમાં 2 હજારને પાર,133ના મોત, 24 કલાકમાં 256 નવા કેસ
`COVID-19: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 3 હજારને પાર, અમદાવાદમાં 2 હજારને પાર,133ના મોત, 24 કલાકમાં 256 નવા કેસ

By

Published : Apr 25, 2020, 9:14 PM IST

ન્યૂઝ ડેસ્ક: રાજ્યમાં દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસોની સંખ્યા 3 હજારને પાર પહોંચી ગયા છે. રાજ્યમાં કુલ 3071 કેસ પોઝિટિવ નોંધાયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાથી મરનારા લોકોની સંખ્યા 133 થઇ છે. આ ઉપરાંત કુલ 282 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદ 115, સુરતમાં 16, રાજકોટ 14, વડોદરામાં 56, ગાંધીનગર 12, ભાવનગરમાં 18, ગીર-સોમનાથમાં 2, પોરબંદરમાં 3, પાટણમાં 11, ભરૂચમાં 10, આણંદમાં 14, સાબરકાઠામાં 2, બનાસકાંઠામાં 1, છોટા ઉદેપુર 3, કચ્છમાં 1, મહેસાણા 2, ખેડામાં 1 સામેલ છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 256 નવા કેસ આવ્યાં છે. તેમજ 6 લોકોના મોત થયા છે. આજે આવેલા નવા કેસોમાથી અમદાવાદમાથી 182 નવા કેસો આવ્યાં છે.

COVID-19: રાજ્યમાં કોરોનાના પોઝિટિવ કેસની સંખ્યા 3 હજારને પાર, 133ના મોત, 24 કલાકમાં 256 નવા કેસ

રાજ્યમાં 24 એપ્રિલને સાંજના 6 વાગ્યાથી 25 એપ્રિલને સાંજના 6 વાગ્યા સુધી કુલ 256 નવા કેસો નોંધાયા છે. જેમાં અમદાવાદમાં સૌથી વધુ 182 કેસ, ત્યારબાદ સુરત 34, વડોદરામાં 7, આણંદમાં 5, ભાવનગરમાં 5, ગાંધીનગરમાં 4, પંચમહાલમાં 2, બનાસકાંઠા 11, છોટાઉદેપુર 2,મહીસાગર 1, નવસારી 1, પાટણ 1, તેમજ સુરેનદ્રનગરમાં1 કેસ નોંધાતા રાજ્યના 13 જિલ્લામાથી 256 કેસ નવા આવ્યા છે. તેમજ 6 લોકોના મોત થયા છે. કુલ 133 લોકોના મુત્યુ થયા છે.

ગુજરાત કોરોના ટેસ્ટ કરવામાં ત્રીજા નંબરે આવે છે. પ્રથમ નંબરે કેરળ અને અને બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે.

ગુજરાતમાં કોરોના પોઝિટિવના કુલ 3071 કેસ નોંધાયા છે. જેમાંથી 133 દર્દીઓનાં મોત થયાં છે. અમદાવાદમાં સૌથી વધારે 2003 કેસ અને 86 મૃત્યુ નોંધાયા છે, ત્યારબાદ સુરતમાં 496 કેસ અને 15 મૃત્યુ, વડોદરામાં 230 કેસ અને 12 મૃત્યુ, ભાવનગરમાં 40 કેસ અને 5 મૃત્યુ, પાટણમાં 16 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 23 કેસ અને 2 મૃત્યુ, રાજકોટમાં 41 કેસ, ભરૂચમાં 29 કેસ અને 2 મૃત્યુ, આણંદમાં 41 અને 3 મુત્યુ, કચ્છમાં 6 કેસ અને 1મુત્યુ, પોરબંદરમાં 3 કેસ, છોટાઉદેપુરમાં 13 કેસ, ગીર સોમનાથમાં 3 કેસ, મહેસાણામાં 7 કેસ, બનાસકાંઠામાં 27 કેસ, પંચમહાલમાં 17 કેસ અને 2 મોત, દાહોદમાં 4 કેસ, બોટાદમાં 12 કેસ અને 1 મોત, નર્મદામાં 12 કેસ, ખેડામાં 5 કેસ, જ્યારે મોરબીમા 1 અને સાબરકાંઠામાં 3 કેસ નોંધાયા છે. તેમજ અરવલ્લીમાં 18 કેસ અને 1 મોત, મહીસાગરમાં 10 કેસ છે. તેમજ વલસાડમાં 5 કેસ અને 1 મૃત્યુ, તાપીમાં 1, નવસારીમાં 2, ડાંગમાં 1, તેમજ આજે સુરેન્દ્રનગરમાં પ્રથમ કેસ નોંધાતા 1 કેસ નોંધાયો છે.

ABOUT THE AUTHOR

...view details