ગાંધીનગરઃ ગાંધીનગરના ગ્રામ્ય વિસ્તારમાં પણ કેસ સામે આવી રહ્યાં છે. ત્યારે આજે લવારપુર ગામમાં રહેતી 30 વર્ષીય યુવતી પોઝિટિવ આવી છે. આ યુવતી ચાંદખેડામાં રહેતાં પોતાના માતાપિતા પોઝિટિવ આવતાં ઘરે ગઈ હતી. જ્યારે 14 દિવસનો ટાઈમ પિરિયડ પણ પૂરો કર્યો હતો. ત્યારે આજે ગામમાં આવતાં ગામમાં આવતાં પંચાયત દ્વારા યુવતીનો પુનઃ ટેસ્ટ કરવામાં આવતાં પોઝિટિવ આવી હતી.
સેક્ટર 22માં દંપતિ, લવારપુરમાં 32 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ - ઈટીવી ભારત ગુજરાત
ગાંધીનગર શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના આજે વધુ ત્રણ કેસ સામે આવ્યાં છે. જેમાં સેક્ટર 22માં રહેતું એક દંપતિ અને લવારપુર ગામમાં રહેતી 30 વર્ષીય યુવતી પોઝિટિવ આવી છે.
સેક્ટર 22માં દંપતિ, લવારપુરમાં 32 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ
જ્યારે ગાંધીનગર શહેરમાં આજે વધુ બે કેસ સામે આવ્યાં છે. જેમાં સેક્ટર 22 છ ટાઈપમાં રહેતું દંપતિ પોઝિટિવ આવ્યું છે, 29 વર્ષીય પતિ શિક્ષક તરીકે ફરજ બજાવે છે. જ્યારે તેમની 27 વર્ષીય પત્ની અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ત્રણ કેસની સાથે ગાંધીનગરનો આંકડો 193 પર પહોંચ્યો છે.