રૂપાલમાં CCTV લગાવવામાં ભ્રષ્ટાચાર, જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ લેખિત રજૂઆત
રૂપાલ ગામ પંચાયત દ્વારા કચેરીમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. ત્યારે કેમેરા ખરીદીમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો ગામના જાગૃત નાગરિક મલકેશ પટેલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાબતે જિલ્લા વિકાસ અધિકારીથી લઈને રાજ્યના મુખ્યપ્રધાનની ચેમ્બર સુધી લેખિત રજૂઆત કરવામાં આવી છે.
રૂપાલમાં CCTV લગાવવામાં ભ્રષ્ટાચાર, જિલ્લા વિકાસ અધિકારીને કરાઈ લેખિત રજૂઆત
ગાંધીનગરઃ પંચાયતથી લઇ પાર્લામેન્ટ સુધી ભ્રષ્ટાચાર સામાન્ય બાબત બની ગઈ છે. રોડ રસ્તાથી લઈને ગામના વિકાસ કામોમાં ટકાવારી સિવાય કામગીરી થતી નથી, તેવા સમયે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામની ગ્રામ પંચાયતમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં મોટાપાયે ગોલમાલ કરવામાં આવી છે. પંચાયત કચેરીમાં 8 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં છે. જેનું બિલ 4,94,974 રૂપિયાનું બનાવવામાં આવ્યું છે આ બાબતે પંચાયતના વોર્ડ નંબર 6ના સદસ્ય નયનાબહેન ઠાકોર દ્વારા પણ રજૂઆત કરવામાં આવી છે.