ગુજરાત

gujarat

ETV Bharat / city

Corruption in fire department: રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો - Gandhinagar Municipal Corporation

રાજ્યના પાટનગર ગાંધીનગરના મુખ્ય ફાયર ઓફિસર (Corruption in fire department)મહેશ મોઢ 5 લાખ રૂપિયાની લાંચ લેતા અમદાવાદ ACB દ્વારા ઝડપી પાડવામાં(Gandhinagar chief officer caught taking bribe ) આવ્યા છે.

Corruption in fire department: રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો
Corruption in fire department: રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો

By

Published : Jan 31, 2022, 10:57 PM IST

ગાંધીનગર:ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ ગાંધીનગરથી રાષ્ટ્રપિત ચંદ્રક મેળવનાર ગાંધીનગરના ફાયર ઓફિસર મહેશ મોડની 5 લાખની લાંચ લેતા (Gandhinagar chief officer caught taking bribe) ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે. ગાંધીનગર ગિફ્ટ સીટી (Corruption in fire department) ખાતે બનતી રેવા બિલ્ડીંગમાં પ્લાન પાસ કરવા PRE NOC અને અંતિમ બિલ્ડીંગ માટે POST NOC માટે લાંચ માંગી હતી. જેમાં મહેશ મોડ વતી તેમના સાળાએ લાંચની રકમ સ્વિકારતા બન્નેની ધરપકડ કરાઈ છે.

રાષ્ટ્રપતિ ચંદ્રક મેળવનાર ફાયર ઓફિસર 5 લાખની લાંચ લેતા ઝડપાયો

આ પણ વાંચો:Dhandhuka Murder Case: રાજકોટમાં રેલી દરમિયાન ટોળું હિંસક બનતા લાઠીચાર્જ થયો

આરોપીનાં 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ

આરોપી મહેશ મોડ ગાંધીનગર જિલ્લાના રિઝનલ ફાયર ઓફિસર તેમજ સ્ટેટ પ્રિવેંશન ફાયર સર્વિસના ઇન્ચાર્જ ડેપ્યુટી ડાયરેકટર પણ છે. લાંચની રકમ ફાયર NOC આપવા માટે માંગવામાં આવી હતી, ACBએ (anti corruption bureau) આરોપીનાં 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો:Gujarat Anti-corruption Bureau: ગાંધીનગરના ચીફ ફાયર ઓફીસર લાંચ લેતાં ઝડપાયા

આરોપીની મિલ્કતની તપાસ શરુ

આરોપીની મિલ્કતની તપાસમાં 2 બેન્ક એકાઉન્ટ અને 2 બેન્ક લોકર મળી આવ્યા છે, તેમજ અગાઉ 6 મહિના પહેલાથી મહેશ મોડ સામે અપરમાન્સર મિલકત અંગે મળેલી અરજી પર તપાસ ચાલી રહી છે. જોકે તપાસમાં અપ્રમાણસર મિલકત મળી આવે તો ACB તે અંગે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરશે.

ક્યાં મુદ્દે માંગી હતી લાંચ

સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના(Gandhinagar Municipal Corporation) ચીફ ફાયર ઓફિસર મહેશ મોઢ કે જેઓએ એક બિલ્ડિંગમાં ફાયર NOC બાબતે 5 લાખ રૂપિયાની માંગ કરી હતી, ઉલ્લેખનીય છે કે બિલ્ડર હજી ફક્ત બિલ્ડીંગનો પ્લાન જ મુક્યો હતો ત્યારે ગાંધીનગર ચીફ ફાયર ઓફિસર મહેશ માટે 5 લાખ રૂપિયાની માંગણી કરીહોવાનું પણ ( Gandhinagar Chief Fire Officer caught taking bribe)સામે આવી રહ્યું છે. ત્યારે જ બિલ્ડરે તાત્કાલિક ધોરણે અમદાવાદ ACBમાં અરજી કરીને જાણ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details