- મનપાના 1.75 લાખ જેટલા લોકોનો બીજો ડોઝ બાકી
- 3.10 લાખ જેટલાને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો
- અત્યાર સુધીમાં 98 હજાર જેટલા લોકોએ જ લીધો બીજો ડોઝ
ગાંધીનગર:જાન્યુઆરી મહિનાથી વેક્સિન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ગાંધીનગર કોર્પોરેશનનો ટાર્ગેટ 2.85 લાખ જેટલા લોકોને વેક્સિનથી રક્ષિત કરવાનો છે, પરંતુ કોર્પોરેશનનો પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ થયો છે, પરંતુ બીજા ડોઝમાં હજુ પણ વેક્સિન આપવાની કામગીરી ધીમી થઇ રહી છે. પહેલા ડોઝ માટે 7 મહિના જેટલો સમયગાળો લેવામાં આવ્યો હતો. જો કે, આ પહેલા વેક્સિનના બે ડોઝ વચ્ચેનો સમયગાળો પણ ઓછો હતો અને હવે બે ડોઝ વચ્ચેનો સમયગાળો વધી ગયો છે, જેથી ઘણો સમય બીજા ડોઝના ટાર્ગેટ માટે થઈ શકે છે.
બીજા ડોઝ માટે હજી પણ મહિનાઓ લાગી શકે છે
સાત મહિનાની અંદર ગાંધીનગર કોર્પોરેશને મનપા વિસ્તારમાં પોતાના પ્રથમ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કર્યો છે. આ એ સમયગાળો હતો જ્યારે એક મહિનાની અંદર વેક્સિન આપવામાં આવતી હતી. પરંતુ અત્યારે 84 દિવસમાં વેક્સિનનો બીજો ડોઝ આપવામાં આવે છે. જેથી બીજા ડોઝનો ટાર્ગેટ પૂર્ણ કરવા માટે મહિનાઓ વિતી શકે છે. જો કે, એક બાજુ કોર્પોરેશનની ચૂંટણી ચોમાસા પૂરતી પાછળ ખસેડવામાં આવી છે, ત્યારે અત્યારની સ્થિતી જોતા લાગે છે કે, ચૂંટણી પહેલા કદાચ કોર્પોરેશન તેના સેકન્ડ ડોઝનો ટાર્ગેટ પૂર્ણ ના પણ કરી શકે.