- 36 દર્દીઓએ કોરોનાને માત આપી
- સમગ્ર રાજ્યમાં 4 કોર્પોરેશન અને 5 જિલ્લામાં કેસ
- છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં
ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં કોરોનાના કેસ (corona cases in gujarat) એપ્રિલ અને મે મહિનામાં સતત વધી રહ્યા હતા, ત્યારબાદ હવે જૂન-જુલાઈ અને ઓગષ્ટમાં કેસ નીચે તરફ આવી રહ્યા હતા અને કોરોના સંક્રમણ (Coronavirus In Gujarat) કાબુ કરવામાં રાજ્ય સરકાર સફળ નીવડી હતી. હવે દિવાળીના તહેવારો બાદ રાજ્યમાં ફરી કેસોમાં ધીમી ગતિએ વધારો થઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાની 4 તારીખે સમગ્ર રાજ્યમાં 5 કોર્પોરેશન- અમદાવાદ (corona cases in ahmedabad), સુરત (corona cases in surat), વડોદરા, ભાવનગર કોર્પોરેશનમાં કેસ નોંધાયા છે. અમદાવાદમાં 12, ભાવનગરમાં 11, સુરતમાં 5 અને વડોદરામાં 5 કેસ નોંધાયા છે.
અમદાવાદમાં કોરોના કેસમાં વધારો
33 જિલ્લામાંથી 5 જિલ્લા દાહોદ, સુરત, કચ્છ, નવસારી અને વલસાડ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસ (corona positive cases in gujarat) નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ (health department gujarat) દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકમાં રાજ્યના 3 કોર્પોરેશન જેવા કે અમદાવાદ (coronavirus in ahmedabad), સુરત અને વડોદરા કોર્પોરેશન વિસ્તારમાંકોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. અમદાવાદ અને સુરતમાં ધીમી ગતિએ કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 12 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 13 દર્દીને રજા આપવામાં આવી છે.
4,19,326 નાગરિકો વેક્સિન આપવામાં આવી