ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની સાબરમતી નદી અને બે તળાવમાં મળ્યો કોરોના વાયરસ, જાણો કઈ રીતે કરાયું રીસર્ચ

IIT ગાંધીનગરના પ્રોફેસર મનીષકુમારે આઠ જેટલી સંસ્થાઓ સાથે મળી અમદાવાદની સાબરમતી નદી, કાંકરિયા તળાવ, ચંડોળા તળાવમાંથી સેમ્પલના આધારે પાણીમાં કોરોના છે કે નહીં તેનું રિસર્ચ કર્યું હતું. જેમાં પાણીમાંથી કોરોનાના ડેડ વાઈરસ મળી આવ્યો હતો.

અમદાવાદની સાબરમતી નદી અને બે તળાવમાં મળ્યો કોરોના વાયરસ
અમદાવાદની સાબરમતી નદી અને બે તળાવમાં મળ્યો કોરોના વાયરસ

By

Published : Jun 18, 2021, 2:17 PM IST

Updated : Jun 18, 2021, 6:53 PM IST

  • ચાર મહિનામાં પાંચ દિવસ પહેલા સેમ્પલ કલેક્ટ કર્યા
  • પાણીમાં ડેડ વાયરસ જોવા મળ્યો
  • સ્વિમિંગ પુલ વગેરેમાંથી પણ દૂર રહેવાની સલાહ

ગાંધીનગર : ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT)ના અર્થ વિજ્ઞાન વિભાગ (Semantics Department)ના પ્રોફેસર મનીષ કુમારે અન્ય સંસ્થાઓના તાજજ્ઞોને સાથે કોરોનાને લઈને મહત્વનું રિસર્ચ કર્યું છે. સાબરમતી નદી (Sabarmati River) માંથી તેમને 18 જેટલા સેમ્પલ જ્યારે ચંડોળા તળાવ અને કાંકરિયા તળાવ (kakriya Lake) માંથી પણ અંદાજિત 16 જેટલા સેમ્પલ ચાર મહિનામાં પાંચ વખત લીધા હતા. જેના આધારે આ પાણીમાં વાઈરસ મળી આવ્યો હતો. પરંતુ આ ડેડ વાયરસ હોવાથી તેનાથી અત્યારે કોઈ ખતરો નથી તવું તેમને જણાવ્યું હતું.

અમદાવાદની સાબરમતી નદી અને બે તળાવમાં મળ્યો કોરોના વાયરસ

વાતાવરણનુ પણ મોનિટરિગં જરૂરી

પ્રો. મનીષ કુમારે જણાવ્યું હતું કે, નદી તળાવમાં શું ઠલવાઈ રહ્યું છે તેનું સતત મોનિટરિંગ કરવું જરૂરી છે. માણસની જેમ વાતાવરણનું પણ મોનિટરિંગ કરતા રહેવું જોઈએ. જોકે આ વાયરસ ડેડ વાયરસ હોવાથી અત્યારે ડરવાની જરૂર નથી. પરંતુ સ્વિમિંગ પૂલ વગેરે પાણી વાળી જગ્યાઓ પર સાવધાની જરૂરી છે. એક નવી ગાઈડલાઈન પણ પાણીને લઇને બની શકે છે કે આવી શકે. જો કે પાણીમાં વાયરસ રહ્યો છે આ વૃત્તિ વાયરસ હતો પરંતુ આપણે સ્વિમિંગ પૂલ થી પણ થોડા એલર્ટ રહેવાની જરૂર છે. સ્વિમિંગ પૂલ પણ ખૂણામાં ખતરો સાબિત થઈ પણ શકે છે. આપણે પાણી પર વધુ નિર્ભર રહેતા હોઈએ છીએ જેથી આ રિસર્ચ વધુ મહત્વનું સાબિત થઈ શકે છે.

અમદાવાદની સાબરમતી નદી અને બે તળાવમાં મળ્યો કોરોના વાયરસ, જાણો કઈ રીતે કરાયું રીસર્ચ

4 મહિનામાં લેવાયા સેમ્પલ

છેલ્લા સપ્ટેમ્બરથી લઈને ડિસેમ્બર સુધીમાં આ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં 5 વાર જીન મળ્યા હતા. જો કે કોરોનાના ડેડ વાઈરસ આ જીનમાં હતા તેવું તેમને કહ્યું હતું. આ ઉપરાંત તેમને જણાવ્યું કે, જ્યારે અમે સેમ્પલ લઈએ છીએ ત્યારે 24 કલાકમાં પુરા સિટીનું લોકેશન લઈએ છીએ. તેમાં પણ ખાસ કરીને એક દિવસ સેમ્પલ લાવી, પ્રોશેશ કર્યા બાદ ફરી 24 કલાકમાં તેના પર રિસર્ચ પ્રક્રિયા કરવામાં આવે છે એટલે કે ટોટલ બે જેટલા દિવસ આ પ્રક્રિયામાં લાગે છે.

આ પણ વાંચો : મોટા સમાચાર: અમદાવાદમાં સાબરમતિ નદીમાંથી મળ્યો કોરોના વાયરસ

વૈજ્ઞાનિક ઢબે સર્વે

તેમને વધુમાં જણાવતા કહ્યું કે, અમે પાણીમાં વાઈરસ છે કે નહીં તેનું રિસર્ચ કરતા પહેલા તેના સેમ્પલ લઈએ છીએ. આ પાણીને ફિલ્ટર કરીએ છીએ અને તેનું વૈજ્ઞાનિક રીતે પરીક્ષણ કરીએ છે અને પછી તેમાંથી તારણ કાઢીએ છીએ. અમે ચાર મહિનામાં પાંચ વાર જુદા જુદા સેમ્પલ લીધા હતા. જેને એક પ્રકારનું સ્ટેપલ સર્વેલન્સ કહી શકાય. આ પહેલા અમે વેસ્ટ વોટર સર્વે કર્યો હતો તેમાં પણ આ પ્રકારે જીન લીધા હતા જેમાં તારણ એ આવ્યું હતું, બીમારી આવતા પહેલા ખબર પડી શકે છે. તે જ રીતે આ સર્વે કર્યો છે જેમાં પાણીમાં પણ વાઈરસ છે કે નહીં, જો કે, અમે કરેલા સર્વેમાં ડેડ વાયરસ સામે આવ્યો છે. જેથી ચિંતાની કોઈ વાત નથી.

આ પણ વાંચો : India Corona Update: શુક્રવારે ભારતમાં નવા 62,480 કેસ, 1,587 મોત

Last Updated : Jun 18, 2021, 6:53 PM IST

ABOUT THE AUTHOR

...view details