ગાંધીનગર: રાજ્યના પાટનગરમાં કોરોના પોઝિટિવ આંકડો મોટા પ્રમાણમાં વધી રહ્યો છે. ગ્રામ્ય વિસ્તારની સાથે હવે શહેરી વિસ્તારમાંથી વધુ માત્રામાં કેસ સામે આવી રહ્યા છે. શનિવારે 108ના ડ્રાઈવર સહિત સમગ્ર જિલ્લામાં 19 કેસ પોઝિટિવ નોંધાાયા છે. જેમાં કલોલમાં 3, ગાંધીનગર તાલુકામાં 6, માણસામાં 1 અને ગાંધીનગર શહેરમાં 9 કેસ સામેલ છે. શનિવારે નોંધાયાલે 19 કેસથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 401 થઇ છે.
ગાંધીનગરમાં કોરોનાનો કહેર યથાવત, 24 કલાકમાં 19 કેસ પોઝિટિવ - latest news of gandhinagar
ગાંધીનગર જિલ્લામાં શનિવારે 19 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 410 થઇ છે.
કલોલ તાલુકાના વેડામા રહેતા અને કોરોનાના દર્દીને હોસ્પિટલાઇઝ કરવાની કામગીરી કરતા 35 વર્ષીય 108ના ડ્રાઇવરને કોરોના પોઝિટિવ થયો છે. આ સાથે જ કલોલ શહેરના વર્ધમાન એપાર્ટમેન્ટ રહેનારા 58 વર્ષીય આધેડ, મદીનાપાર્કમાં વસવાટ કરનારા 42 વર્ષીય મહિલા અને માણસા તાલુકાના આજોલના 57 વર્ષીય આધેડને પણ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
ગાંધીનગર તાલુકાના પોર ગામના 45 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ ઉપરાંત વલાદમા 53 વર્ષીય મહિલા અને અન્ય એક 36 વર્ષીય યુવાન કોરોનાથી સંક્રમિત થયો છે. આ સાથે જ નવાપુરામાં 24 વર્ષીય મહિલા અને રૂપાલનો 26 વર્ષીય યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે..
ગાંધીનગર શહેરમા શનિવારે પણ વધુ 9 કેસ સામે આવ્યાં છે. જેમા સેક્ટર 3Dમા રહેતા 29 વર્ષીય યુવક, સેક્ટર 20મા કરિયાણાની દુકાન ધરાવતો 37 વર્ષીય યુવક, સેક્ટર 19મા ખાનગી ધંધો કરતો 50 વર્ષીય આધેડ, ગોકુલપૂરામા છુટક મજૂરી કરતો 52 વર્ષીય આધેડ, વિસ્થાપિત છાપરામાં રહેતી 20 વર્ષીય યુવતી, સેક્ટર 16 રહેતો અને સેક્ટર 15ની કૉલેજમાં NCCમાં કામ કરતો 39 વર્ષીય પુરુષ, સેક્ટર 7Aમા રહેતાં 60 વર્ષીય, સેક્ટર 6Bમાં રહેતો અને નરોડા એસટી વર્કશોપમાં નોકરી કરતો 57 વર્ષીય અને ધોળાકુવામાં રહેતી 27 વર્ષિય મહિલા સામેલ છે.